વીસીથી પૈસા બચાવી 44 લોકો ઉમરાહ માટે રવાના

પ્રતીકાત્મક તસવીર:વીસીથી પૈસા બચાવી 44 લોકો ઉમરાહ માટે રવાના

વીસીથી પૈસા બચાવી 44 લોકો ઉમરાહ માટે રવાના

પ્રતીકાત્મક તસવીર:વીસીથી પૈસા બચાવી 44 લોકો ઉમરાહ માટે રવાના
પ્રતીકાત્મક તસવીર:વીસીથી પૈસા બચાવી 44 લોકો ઉમરાહ માટે રવાના

 

સંજેલી નગરના 44 જેટલા લોકો વીસીમાં બચત કરી અને સાઉદી અરેબિયાના પવિત્ર શહેર એવા મક્કા મદીનામાં ઉમરાહ માટે રવાના થયા હતાં.

ઉમરાહ માટે જતાં લોકોને સંજેલી મરકજ મસ્જિદમાં અહેરામ બાંધી અને દુવાઓ કરી રવાના કરવામાં આવ્યા હતાં.

સંજેલી નગરમાં હિન્દુ, મુસ્લિમ, વ્હોરા સહિતના તમામ ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે

અને હળી મળીને રહે છે. લગભગ સંજેલી નગરમાં 600 જેટલા મુસ્લિમ સમાજના મકાનો આવેલા છે.

નવયુવાન છોકરાઓ દ્વારા સાઉદી અરેબિયાના મક્કા મદીના શરીફ ખાતે ભાઈબંધો ફેમિલી એક સાથે જઈએ તેવું નક્કી કરી અને લગભગ બે વર્ષ અગાઉ વીસીમાં દરરોજના 100 રૂપિયાની બચતની શરૂઆત કરવામાં આવી હતી.

જે મક્કા મદીના શરીફમાં ઉમરાહ જવા માટેના નાણા એકઠા થતાં જ અમદાવાદની ટુર્સ સાથે 24 દિવસનું આવવા જવા રહેવા સાથેના રકમ નક્કી કરાઇ હતી.

શનિવારે ચાર પરિવાર સહિત 44 લોકો એકસાથે સંજેલીથી મક્કા મદીના શરીફ ઉમરાહ કરવા માટે રવાના થયા હતાં.

સંજેલી તાલુકામાંથી પ્રથમ વખત એક સાથે આટલા બધા લોકો ઉમરાહ માટે ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp