મધવાસ ગામે ઓકે ગેસ સિલિન્ડર રિફિલ કરવાની પરવાનગીની આડમાં અન્ય કંપનીના સિલિન્ડર રિફિલ કરવાના કાંડનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર:મધવાસ ગામે ઓકે ગેસ સિલિન્ડર રિફિલ કરવાની પરવાનગીની આડમાં અન્ય કંપનીના સિલિન્ડર રિફિલ કરવાના કાંડનો પર્દાફાશ

મધવાસ ગામે ઓકે ગેસ સિલિન્ડર રિફિલ કરવાની પરવાનગીની આડમાં અન્ય કંપનીના સિલિન્ડર રિફિલ કરવાના કાંડનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર:મધવાસ ગામે ઓકે ગેસ સિલિન્ડર રિફિલ કરવાની પરવાનગીની આડમાં અન્ય કંપનીના સિલિન્ડર રિફિલ કરવાના કાંડનો પર્દાફાશ
પ્રતીકાત્મક તસવીર:મધવાસ ગામે ઓકે ગેસ સિલિન્ડર રિફિલ કરવાની પરવાનગીની આડમાં અન્ય કંપનીના સિલિન્ડર રિફિલ કરવાના કાંડનો પર્દાફાશ

 

કાલોલ તાલુકાના મધવાસ ગામે પ્રમુખ પેટ્રોલીયમ નામની કંપનીમાં ઓકે ગેસના સિલિન્ડરની આડમાં કોન્ફિડન્સ પેટ્રોલિયમના ગો ગેસના સિલિન્ડરનું રિફીલિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યા હોવાના પુરાવાઓ સાથેની રજૂઆત ગો ગેસના લીગલ લાયઝનિંગ ઓફિસર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને કરવામાં આવતા

અત્રે કરવામાં આવેલી રેડ દરમ્યાન પ્રમુખ પેટ્રોલિયમમાંથી કોન્ફિડેન્ટ પેટ્રોલિયમના રૂ. 11 લાખ 55 હજાર 600ના 566 સિલિન્ડર મળી આવતા તમામ સિલિન્ડર કાલોલ મામલતદાર દ્વારા સીઝ કરવામાં આવ્યા છે.

નેટવર્કનો પર્દાફાશ થયો

ગો ગેસના નામે રિફીલિંગ કરતી કોન્ફિડન્સ પેટ્રોલિયમના લાયઝનિંગ ઓફિસરને બાતમી મળેલી કે કાલોલ વિસ્તારમાં ગો ગેસના નામે ગેસના સિલિન્ડરનું ગેરકાયદે રિફીલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ બાતમીના આધારે તપાસ કરવામાં આવતા આ તમામ ગેરકાયદેસર ધંધો કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલા મારુતિ પેટ્રોલિયમ નામે ચાલતી એક ગેસ રિફીલિંગ કરતી કંપનીમાં ચાલી રહ્યું હોવાના તમામ પુરાવાઓ એકત્ર કરી જિલ્લા પુરવઠા અધિકારીને આપતા આજે પ્રમુખ પેટ્રોલિયમમાં રેડ કરવામાં આવતા આ નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

લાયઝન ઓફિસરને જાણ થતાં કાર્યવાહી કરવા રજૂઆત કરી

કાલોલના મધવાસ ખાતે ઓકે ગેસના સિલિન્ડર રિફીલિંગ કરવાની પ્રમુખ પેટ્રોલિયમ નામની કંપની ચલાવતા નિલેશ રમણલાલ વલવાઈ અને તેઓની પત્ની દ્વારા કંપનીમાં પોતાની ઓકે કંપનીના સિલિન્ડર રિફીલિંગ કરવાની આડમાં કોન્ફિડન્સ પેટ્રોલિયમના ગો ગેસના સિલિન્ડર રિફિલ કરી વેચાણ કરી રહ્યા હોવાની જાણ કોન્ફિડન્સ પેટ્રોલિયમના લાયઝન ઓફિસરને થતા

તેઓ તે રેકી કરી તપાસ કરતા પ્રમુખ પેટ્રોલિયમમાંથી ગો ગેસના સિલિન્ડર નીકળી રહ્યા હોવાથી

તેઓએ આ કંપની ઉપર ગંભીર આક્ષેપો કરી ગોરખ ધંધો ચાલતો હોવાનું જણાવી કાર્યવાહી કરવા રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.

“કંપનીએ સિલિન્ડર પરત ન લેતા અમે ઉપયોગ કર્યો”

તો બીજી તરફ પ્રમુખ પેટ્રોલિયમના માલિકનું કહેવું છે કે, તે પોતે પહેલા કોન્ફિડન્સ પેટ્રોલિયમના ગો ગેસના સિલિન્ડરની એજન્સી ચલાવતા હતા.

અને કંપની પાસેથી ખરીદેલા સિલિન્ડર એજન્સી બંધ કર્યા બાદ પરત લેવામાં આવ્યા ન હતા.

વારંવાર નોટિસો આપવા છતાં કંપની પોતાના સિલિન્ડર પરત ન લેતા અમે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

566 સિલિન્ડર સીઝ કર્યા

ગો ગેસના લાયઝનિંગ ઓફિસરે આ પ્રવૃત્તિને ગેરકાયદે ગણાવતા કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જોકે, હાલોલ બાદ કાલોલ મામલતદાર કચેરીનો સ્ટાફ પ્રમુખ પેટ્રોલિયમ ખાતે પહોંચ્યો હતો.

અને કંપનીમાં રિફીલિંગની પ્રક્રિયા અટકાવીને કોન્ફિડન્સ પેટ્રોલિયમના ગો ગેસના 21 કિલોના ભરેલા 21 સિલિન્ડર અને ખાલી 395 સિલિન્ડર સાથે 15 કિલોના ભરેલા 15 અને ખાલી 135 મળી સાડા અગિયાર લાખથી વધુની કિંમતના કુલ 566 સિલિન્ડર સીઝ કર્યા હતા.

જોકે, પ્રમુખ પેટ્રોલિયમ કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp