ગોધરામાં પાવાગઢ ડૂંગર પર ભક્તો માટે દર્શનની સુવિધામાં વધારો; ST વિભાગ દ્વારા 60 બસો મૂકાઈ

પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે
અને જેને અનુસંધાનમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ખાનગી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ત્યારે ગોધરા એસટી વિભાગ દ્વારા 60 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે
અને દરેક બસોમાં જીપીએસ સિસ્ટમથી સજજ કરેલી છે.
સાથે મિકેનિક સ્ટાફ, સુપરવાઇઝર અને લગભગ 250 જેટલા અધિકારી કર્મચારી સ્ટાફ પાવાગઢ ખાતે ખડેપગે સંચાલન કરવા માટે ઉભા રાખવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિના સમયમાં મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટી પડે છે.
ત્યારે દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવશે. જેના ગોધરા વિભાગીય પરિવહન અધિકારી એમ.એચ. સોલંકીના જણાવ્યા અનુસાર ગોધરા એસટી ડિવિઝનમાં આવતા 7 ડેપો પૈકી ગોધરા-9, દાહોદ-7, સંતરામપુર-7, હાલોલ-12, ઝાલોદ-7, દેવગઢ બારીયા-7, લુણાવાડા-9 બસો દોડાવવામાં આવશે.
પાવાગઢ ખાતે ખાસ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવ્યા છે.
સાથે સાથે સમિયાણો પણ બનાવવામાં આવ્યો છે.
જેમાં પાવાગઢ તળેટીથી માચી સુધી મુસાફરોને લઈ જવામાં આવશે.
આ ઉપરાંત આવેલા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત વિભાગીય પરિવહન અધિકારી એમ.એચ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવરાત્રિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બસોનું સંચાલન ચાલુ રાખવામાં આવશે
અને જરૂર જણાશે તો, સાતમ-આઠમ તથા રજાના દિવસોમાં મુસાફરોની ટ્રાફિક વધારે હશે.
તો બસો વધારે મૂકવામાં આવશે. નોંધનીય છે કે, પાવાગઢ ખાતે નવરાત્રિને લઈને મોટી સંખ્યામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી માઈ ભક્તો ઉમટી પડે છે.