અરવલ્લી : ત્રીજા નોરતાએ ખેલૈયાઓએ ધૂમ મચાવી..

ત્રીજા નોરતાએ અરવલ્લી જિલ્લામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી
ત્યારે રમજટ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ વિવિધ પારંપરિક પરિધાનમાં સજ્જ થઇને ગરબે ઘૂમ્યા હતા.
ખેલૈયાઓમાં આદ્યશક્તિની ઉપાસનામાં ગરબા રમીને આરાધના કરતા જોવા મળ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાતા નવરાત્રી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.
દિન-પ્રતિદિન યુવાનો અને યુવતીઓનો નવલાં નોરતાને માણી લેવા ઉતસાહમાં વધારો થતો જાય છે.
નવરાત્રી મહોત્સવમાં ક્યાંક અર્વાચીન ગરબાના સુર સાંભળવા મળે છે,
તો ક્યાંક પ્રાચીન રાસ-ગરબાના સુર સંગીતનો સંગમ થાય છે. ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે…
જેવા પ્રાચીન રાસના સથવારે અવનવા સ્ટેપ ભરતા ખેલૈયાઓ દર્શકોને ડોલાવે છે
મોડાસાના રામપાર્ક, કુમકુમ, રમઝટ, ઉમિયાચોક સહિતના વિસ્તારોમાં નવરાત્રીઓમાં ખેલૈયાઓએ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.
ત્યારે મોડાસામાં ખેલૈયાઓમાં જોવા જઇયે તો સુહાસિ સથવારા , અનુ રાજપુરોહિત , જાનવી પટેલ ,
જલક ઉપાધ્યાય જેવા ખેલૈયાઓ અગાઉ થી ગરબા ક્લાસિક માં તૈયાર થઈ અને અવનવા સ્ટેપ સાથે નવરાત્રિ માં ગરબે ગુમવા ઉતર્યા હતા.
આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે વિવિધ વ્યવસ્થાઓ કરી છે,
જેથી કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે અને ખેલૈયાઓ મનમૂકીને ગરબા ઘૂમી શકે તે માટે મહિલાઓની સેફ્ટી તેમજ કોઈ પ્રકારનો અનઈછનીય બનાવ ન થાય
તે હેતુ થી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.