નવરાત્રીની સાંસ્કૃતિક ઉજવણીમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી, ચાચરચોકે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં

પ્રતીકાત્મક તસવીર:નવરાત્રીની સાંસ્કૃતિક ઉજવણીમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી, ચાચરચોકે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં

નવરાત્રીની સાંસ્કૃતિક ઉજવણીમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી, ચાચરચોકે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં

પ્રતીકાત્મક તસવીર:નવરાત્રીની સાંસ્કૃતિક ઉજવણીમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી, ચાચરચોકે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં
પ્રતીકાત્મક તસવીર:નવરાત્રીની સાંસ્કૃતિક ઉજવણીમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી, ચાચરચોકે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યાં

 

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના શક્તિપીઠ અને ધાર્મિક સ્થળોએ નવરાત્રીની ઉજવણી કરવાના ભાગરૂપે મંગળવારે બીજક નવરાત્રીના દિવસે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી લોક ડાયરાના મહાન કલાકાર અને ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવીએ માચી ખાતે બનાવવમાં આવેલ ચાચરચોકે ગરબાની રમઝટ બોલાવી હતી.

 

માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીના ગરબાની ઉજવણી બે વર્ષના આંશિક વિરામ બાદ ધમધુમથી થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે પણ આઝાદીનું અમૃત મહોત્સવ અંતર્ગત શક્તિપીઠ અને માતાજીના ધામો ઉપર નવરાત્રીની ઉજવણીનું આયોજન કર્યું છે.

આજે બીજા નવરાત્રીની ઉજવણી શક્તિપીઠ પાવાગઢ ખાતે કરવામાં આવી હતી.

દોઢસો કરોડ જેટલી રકમ ખર્ચ કરી યાત્રાધામ પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યો છે.

યાત્રાળુઓ માટે તળેટીમાંથી માચી સુધીનો માર્ગ ચાર માર્ગીય બનાવવમાં આવ્યો હતો.

તો માચીથી મંદિર સુધી જવાના પગથિયાં પણ પહોળા કરવામાં આવ્યા હતા.

માચી ખાતે આવેલા તળાવો અને સુંદર બનાવવમાં આવ્યા હતા.

તો અન્ય સુવિધાઓ પણ ઉભી કરવામાં આવતા પાવાગઢ મહાકાળી મંદિર એક આસ્થા અને ભક્તિનું કેન્દ્ર જ નહીં પણ એક પ્રવાસન ધામ પણ બની ગયું છે.

આશો નવરાત્રીના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી હોવાથી સાંજે 6 વાગ્યા પછી તળેટીમાંથી એસટી બસ મારફતે માચી પહોંચતા યાત્રિકોને અટકાવી દેવામાં આવ્યા હતા.

ફક્ત સરકારી અને વિવિઆઈપી અને વીઆઇપી ખાનગી વાહનોને જ ઉપર જવા દેવામાં આવતા સાંજે મહાકાળીના દર્શને આવેલા હજારો યાત્રિકોએ 6 કલાક એસટી સ્ટેન્ડ ખાતે રોકાવું પડ્યું હતું.

જો કે રાત્રે 12:00 વાગ્યે એસટી બસ પુનઃ શરૂ થતાં યાત્રિકો ની યાત્રા શરૂ થઈ હતી.

સાંજે સાત વાગ્યે રાખવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર 10:00 વાગ્યે પધાર્યા હતા.

તો મુખ્ય કલાકાર કીર્તિદાન ગઢવી 9:40 એ આવતા કાર્યક્રમને માણવા આવેલી હજારોની જનમેદની કલાકો સુધી બેસી રહી હતી.

જો કે કીર્તિદાન ગઢવીએ આવતા જ સ્ટેજ સંભાળી ગરબાની રમઝટ બોલાવતા કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

અનેક મહેમાનો અને ખાસ ઉપસ્થિત રાખવામાં આવેલ આશ્રમશાળાની બાલિકાઓ અને યાત્રાળુઓ ગરબે ઘૂમ્યા હતા.

નવરાત્રિના કાર્યક્રમમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર, જિલ્લા કલેક્ટર, હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ પાલિકાના પ્રમુખ શીતલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણા, મામલતદાર, પાલિકાના અન્ય હોદ્દેદારો, જાહેર સેવકો, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિતનો અનેક વહીવટી કર્મચારીઓ અને અધિકારીઓ સાંજે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા.

માચી ખાતેની જગ્યા નાની હતી અને કાર્યક્રમ મોટો હોવાથી અવ્યવસ્થા ન સર્જાય તે માટે હાલોલ ડીવાયએસપી, પીઆઇ અને પાવાગઢ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો કાર્યક્રમના સ્થળે ખડેપગે રહ્યો હતો.

પાવાગઢ દર્શન કરવા આવેલા અન્ય રાજ્યોના યાત્રિકોએ પણ કીર્તિદાન ગઢવી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ગરબાને માણ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp