મોડાસાની ગ્રીનપાર્ક-2 સોસાયટીના બે બંધ મકાનના તાળાં તોડી ચોર તસ્કરી કરવામાં સફળ; 15 તોલા સોનાના દાગીના, એક કારની ચોરી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની સક્રિય ભૂમિકા જોવા મળી છે.
તસ્કરો બંધ મકાનોને ટાર્ગેટ કરી પોતાનો ધ્યેય સિદ્ધ કરવા સફળ થયા છે.
ત્યારે આવી જ એક પોલીસ માટે પડકાર જનક ઘટના અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે બનવા પામી છે.
તકસ્કારોએ કરી ઉથલ-પાથલ
મોડાસાની ગ્રીનપાર્ક – 2 સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.
બંને પરીવાર પોતાના કામકાજ, ધંધા(વ્યવસાય) અર્થે બહાર ગયા હતાં. એ સમયે તકસ્કારોએ બંને મકાનના તાળાં તોડી ઘરમાં પ્રવેશી જે કાંઈ રાચ-રાચીલું હતું.
તેને ઉથલ-પાથલ કરી બંને મકાનમાં રોકડ તથા 15તોલા સોનાંના દાગીના, ચાંદીના દાગીના તથા મકાન આગળ પાર્ક કરેલ એસેન્ટ કારની પણ તસ્કરી કરવામાં તસ્કરો સફળ રહ્યા
પોલીસે આવી ઘટના ડામવા સક્રિય થવાની જરૂર
છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લામાં તસ્કરીની અસંખ્ય ઘટનાઓ બનતી રહે છે.
ત્યારે, આ તમામ ઘટનાઓ પોલીસ માટે પડકાર સમાન છે.
ત્યારે, ઘણી તસ્કરીની ઘટના વણ ઉકેલી છે.
ત્યારે, આવી ઘટનાઓને ડામવા માટે પોલીસે ‘રાઉન્ડ ધ કલોક’ પેટ્રોલિંગ સહિત સક્રિય થવાની જરૂર છે.