દાહોદ જિલ્લામાં મહિનામાં આઠમી પ્રાથમિક શાળામા ચોરી,ખંગેલામા પણ તાળા તૂટયા
દાહોદ તાલુકાના ખંગેલા ગામે આવેલી એક પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
પંખા, એલ.ઈ.ડી. ટીવી, કોમ્પ્યુટરના સાધનો વિગેરે મળી કુલ રૂપિયા 55 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
કારણ કે જિલ્લામાં આઠમી શાળામા તસ્કરોએ હાથ અજમાવ્યો છે.
તાળુ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો
ગત તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના કોઈપણ સમયે દાહોદ તાલુકાના ખંગેલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં અજાણ્યાચોર ઈસમોએ શાળાના દરવાજાનું તાળું તોડી શાળામાં પ્રવેશ કર્યો હતો.
પંખા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉઠાવી ગયા
શાળામાંથી પંખા, સીપીયુ, માઉસ કી – બોર્ડ, કોમ્પ્યુટર, હોમ થિયેટર એલ.ઈ.ડી. ટીવી વિગેરે મળી કુલ રૂપિયા 55 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે શાળામાં ફરજ બજાવતા અને દાહોદ શહેરના લક્ષ્મીનગર ખાતે અને મૂળ પંચમહાલ જિલ્લામાં રહેતા ઘનશ્યામભાઈ શાંતિભાઈ પટેલે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આશરે એક મહિનાના ગાળામાં આઠમી શાળાને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ વિભાગ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.