દાહોદ પાસે કેદારનાથ મંદિરમાં ચોરી કરતા ચાર તસ્કરો કેમેરામાં ઝડપાયા
દાહોદ તાલુકાના ચોસાલા ગામે આવેલા ભગવાન કેદારનાથ મહાદેવ મંદિરમા તસ્કરો ત્રાટક્યા હતા.
પરિસરમાં મુકી રાખેલી દાન પેટીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દાન પેટીમાં મુકી રાખેલા રોકડા રૂપીયા 12,000ની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
રોકડા રુપિયા જ ચોરવાનો ઈરાદો જણાયો
ગત તા.21મી સપ્ટેમ્બરના રોજ ચોસાલા ગામે આવેલ ભગવાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના પરિસરમાં તસ્કરો ઘુસી ગયા હતા.
મુકી રાખેલ દાન પેટીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દાન પેટી તોડી અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા 12,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ અંગેની જાણ મંદિરના પુજારી સહિત આસપાસના લોકોને થતાં મંદિર વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં.
ફરિયાદને આધારે પોલીસ તપાસ ચાલી રહી છે
આ સંબંધે ચોસાલા ગામે ગામતળ ફળિયામાં રહેતાં સુરેશભાઈ રમણભાઈ પંચાલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તસ્કરોના ચહેરા કેમેરામાં સ્પષ્ટ દેખાય છે
તેવા સમયે ચાર તસ્કરો મંદિરમા ચોરી કરતા મંદિરના સીસીટીવી કેમેરામાં જ કેદ થઈ ગયા હતા.
જેમાં બે તસ્કરો દાન પેટીમાથી પૈસા ભરતા અને બે તસકરો બીજી કોઈ પેટી કે કોઈ વસ્તુ તોડતાં કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા છે.
તેમના ચહેરા પણ સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસ માટે સરળતા થઈ ગઈ હોય તેમ લાગી રહયુ છે.