વડોદરાના માંડવી ખાતે માં અંબાના ચોકમાં માત્ર પુરૂષોજ ગરબા રમે છે, પુરૂષોજ ગરબા ગવડાવે છે

પ્રતીકાત્મક તસવીર:વડોદરાના માંડવી ખાતે માં અંબાના ચોકમાં માત્ર પુરૂષોજ ગરબા રમે છે, પુરૂષોજ ગરબા ગવડાવે છે

વડોદરાના માંડવી ખાતે માં અંબાના ચોકમાં માત્ર પુરૂષોજ ગરબા રમે છે, પુરૂષોજ ગરબા ગવડાવે છે

પ્રતીકાત્મક તસવીર:વડોદરાના માંડવી ખાતે માં અંબાના ચોકમાં માત્ર પુરૂષોજ ગરબા રમે છે, પુરૂષોજ ગરબા ગવડાવે છે
પ્રતીકાત્મક તસવીર:વડોદરાના માંડવી ખાતે માં અંબાના ચોકમાં માત્ર પુરૂષોજ ગરબા રમે છે, પુરૂષોજ ગરબા ગવડાવે છે

 

વડોદરાના ગોળ રાઉન્ડમાં રમાતા ગરબા દેશ-વિદેશમાં વિખ્યાત છે.

વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડોમાં ગરબાના આયોજન થાય છે.

શેરીઓ અને પોળોમાં પણ ગરબાનું આયોજન થાય છે.

પરંતુ, વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એક માત્ર ગરબા એવા છે.

જે ગરબી તરીકે ઓળખાય છે અને ભક્તિભાવ પૂર્વક યોજાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે.

ગુજરાતમાં એક માત્ર ગરબી

વડોદરા શહેરના ચાર દરવાજા પૈકી માંડવી ખાતે 150 વર્ષ ઉપરાંતથી પ્રાચીન અંબા માતાના મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે.

વડોદરાના હૃદય સ્થાને માતા અંબા જગતજનનીમાં હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળી પોળમાં સદીઓથી બિરાજમાન છે

અને શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવિકો નવરાત્રિ દરમિયાન માતાના દર્શન માટે કતારો લગાવે છે.

અહી નવરાત્રિની પ્રત્યેક સંધ્યાએ માત્ર માઈ ભક્તોના ગરબી નામે ઓળખાતા અનોખા ગરબા થાય છે.

મંદિરનો ઇતિહાસ અને આસ્થા

આ ગરબીમાં આ પોળ અને આસપાસની પોળોના માઈ ભક્તોની એકથી વધુ પેઢી માતાજીની ગરબીમાં પરંપરાથી ફરતી આવી છે.

આ પ્રાચીન મંદિર છે. એ કથા પ્રમાણે પર દુઃખ ભંજક રાજા વિક્રમાદિત્ય જ્યારે માં હરસિદ્ધિને તેડીને અહીંથી પસાર થઈ રહ્યા હતા,

ત્યારે માંડવી પાસે માં પાછળ આવે છે કે નહીં તે અંગે વિશ્વાસ ન રહેતા, પાછા વળીને ન જોવાની માંની શરતનો ભંગ કરી બેઠા હતા

અને માં એ અહીંથી આગળનો પ્રવાસ શરત પ્રમાણે અટકાવી દીધો.

એટલે અહીંમાં અંબા હરસિદ્ધિ સ્વરૂપમાં પોતાનું સ્થાન અને હનુમાનજી સાથે બિરાજમાન છે.

અહી મંત્ર પૂજાનું અનેરું મહત્વ છે. માંડવી નીચે હરસિદ્ધિ ભક્ત વિક્રમાદિત્યનું થાનક છે.

બારેમાસ માં ના નિત્ય દર્શન નો આગવો મહિમા છે.

સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી નથી

આ અંગે વધુ માહિતી આપતા મંદિના પૂજારી દુર્ગેશ પંડિતે જણાવ્યું હતું કે, આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે.

અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે. તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે.

સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, રમી શક્તિ નથી. સાથે વડોદરા વડપત્ર તરીકે જાણીતું હતું,

ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી. એટલે જ આ ઘળીયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં બેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા હતી

અને ત્યાંથી તેઓ બેસી ગરબા ગાઈ પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચૂંદડી કે સાડી ઓઢીને માતાજીની સખી રૂપી ગરબા કરતા હતા.

આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે.

સાથે માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દિવાની દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે.

તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે. તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન-મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે.

દર્શન કરવા આવતા લોકોમાં આકર્ષણ જમાવે છે
અંબા માતા મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં વડોદરામાં જૂજ સ્થળોએ શેરી ગરબા થતાં હતા.

તે સમયથી માં અંબાના ચોકમાં નવરાત્રિના નવ દિવસ ભક્તિભાવ પૂર્વક ગરબા રમાય છે.

ગરબાની વિશેષતા એ છે કે, પુરૂષો જ ગરબા ગવડાવે છે.

અને પુરૂષો જ માથે કૂમકૂમ તિલક કરીને ગરબા ગાતા ગાતા રમે છે.

આ ગરબામાં બાળકો, પુરૂષો અને વૃદ્ધો ગરબે રમે છે.

આ ગરબા માતાજીના દર્શન કરવા માટે આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

ભૂતકાળમાં નાગરો દ્વારા ભવાઇ પણ ભજવાતી હતી

વર્ષોની પરંપરા અનુસાર શહેરની જુદી-જુદી પોળમાં મહિલાઓ ગરબે ઘૂમતી હતી.

આ દરમિયાન અંબે માતાના આ મંદિરે માતાજીના પુરૂષ ભક્તોએ આરાધના કરવા માટે માથે ગરબી લઇ ઘૂમવાની શરૂઆત કરી અને ત્યાર બાદ ગરબામાં પુરૂષો જોડાતા ગયા અને સમય જતાં માત્ર પુરૂષોના જ ગરબા બની ગયા.

ભૂતકાળમાં અહીં નાગરો દ્વારા ભવાઇ પણ ભજવાતી હતી.

આથી માંડવી ખાતે માં અંબાના ચાચર ચોકમાં રમાતા ગરબા વિશ્વ વિખ્યાત છે.

ગરબાનો એક ચક્કર જરૂર મારજો

ભલે અહીં યુવાનો અને પુરૂષોને ગરબા રમવાની શરમ આવતી હોય,

પરંતુ, વડોદરામાં માંડવી માં અંબાના ચોકમાં જે ગરબા યોજાય છે.

તેજ સાચા અર્થમાં થતા ગરબાના દર્શન કરાવી રહ્યા છે.

જો યુવાનો, પુરૂષો માં અંબાના દર્શન કરવા જતા હોય તો એક ચક્કર ગરબાનો જરૂર મારજો.

ગરબાનો એક ચક્કર લગાવવાથી શરીરમાં અનેરો ભાવ પ્રગટ થશે.

જે નવ દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમીને આનંદ નહીં મળે તેનાથી બમણો આનંદ માં અંબાના ચોકમાં ગરબાનો એક ચક્કર લગાવવાથી મળશે.

અહીં શહેરના શ્રદ્ધાળુઓ દ્વારા રોજરોજ ગરબા રમનાર લોકોને લ્હાણી (ભેટ) પણ આપવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp