એ હાલો… ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ દાંડિયા રમ્યા, ટ્વિટ કરી નોરતાંની શુભકામના પાઠવી
નવલાં નોરતાંનો પ્રારંભ થઈ ગયો છે અને આજે બીજું નોરતું છે.
ત્યારે ક્રિકેટર્સ પણ ડાંડિયા રમ્યા છે. આઈપીએલની 2022ની વિજેતા ટીમ એવી ગુજરાત ટાઈટન્સે તેના ટ્વિટર એકાઉન્ટ પર ગરબા રમતા ક્રિકેટર્સનો વીડિયો શેર કર્યો છે.
સાથે જ ગુજરાતીમાં ‘એ હાલો મન મોર બની થનગનાટ કરવા…’ કરેલી પોસ્ટમાં ગુજરાત ટાઈટન્સના ફેન્સને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે.
વીડિયોમાં કોણ દેખાય છે
ગુજરાત ટાઈટન્સ દ્વારા ટ્વિટર પર વીડિયો શેર કરવામાં આવ્યો છે.
શેર કરવામાં આવેલા વીડિયોમાં કોચ આશિષ નહેરા, અફઘાન ખેલાડી રાશિદ ખાન, હાર્દિક પંડ્યા, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા, ડેવિડ મિલર સહિતના ક્રિકેટર દાંડિયા રમતા દેખાય છે.
આ વીડિયો સંભવતઃ અમદાવાદમાં આ વર્ષે યોજાયેલી આઈપીએલ મેચ સમયનો હોઈ શકે છે.
અમદાવાદની હોટલમાં આ વીડિયો જે તે સમયે બનાવવામાં આવ્યો હોઈ શકે છે.