સાણંદના વાઘેલા પરિવારે પુત્રીરત્નનો જન્મ થતાં અંબાજીમાં 251 ગ્રામ સોનુ અર્પણ કર્યું

જ્યારે ઘરે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે સામાન્ય રીતે લોકો પુત્ર માટે માનતા રાખતા હોય છે
પરંતુ સાણંદ એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી જીતેન્દ્રસિંહ વાઘેલા પરિવાર દ્વારા દીકરીના જન્મ માટે માનતા રાખવામાં આવી હતી.
પુત્રીનો જન્મ થતાં તેમણે અંબાજી મંદિર ખાતે 251 ગ્રામ સોનાનું દાન કર્યું હતું .
નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બીજા નોરતે સાણંદના માઇભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં સોનુ દાન કર્યું હતું.
મંદિર ખાતે પુત્રીને લઈને સોનું દાન કરવા પહોંચ્યા હતા.
251 ગ્રામ સોનુ દાન કર્યું
સામાન્ય રીતે લોકો પુત્ર માટે માનતા રાખતા હોય છે
ત્યારે આ પરિવારે પુત્રી જન્મની માનતા માની હતી. જીતેન્દ્રસિંહ વાઘેલાના પુત્ર પુષ્પરાજસિંહ વાઘેલાના ગૃહે પુત્રીનો જન્મ થતાં પરિવાર અંબાજી પહોંચ્યો હતો.
ગત વર્ષે પણ આ પરિવાર દ્વારા કોરોનાથી મુક્તિ મળતાં 251 ગ્રામ સોનુ દાન કર્યું હતું.
ગત વર્ષે સોનાનું દાન કર્યું ત્યારે તેમને માતાજીને માનતા માની હતી કે પોતાના પુત્રના ઘરે પુત્રી જન્મ થાય તો ફરીથી 251 ગ્રામ સોનુ માતાજીને દાન કરીશું.
માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરતા ફરીથી સોનુ દાન કર્યું હતું.
સોનાની કુલ કિંમત 13.11 લાખ આંકવામાં આવે છે.
100-100 ગ્રામના 2 બિસ્કીટ 50 ગ્રામનું 1 બwwિસ્કીટ અને 1 ગ્રામની લગડી એમ મળી કુલ 251 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું હતું .