ગોધરા ઈન્ડીયન રેડકોસ સોસાયટીમાં નાણાંકીય ગેરરીતિનો આક્ષેપ, સામાજિક કાર્યકરે કલેકટરને લેખિત રજૂઆત કરી

ગોધરા શહેરમાં આવેલી એકમાત્ર ઇન્ડીયન રેડકોસ સોસાયટીમાં થયેલા નાણાંકીય ગેરરીતી બાબતે ગોધરાના સામાજિક કાર્યકર અને ઇન્ડિયન રેડકોસ સોસાયટીના મેનેજિંગ એકજીક્યુટીવી પરચેજ કમિટીના સભ્ય કૈલાસ કારીયાએ પંચમહાલ જિલ્લા કલેકટર અને ઇન્ડિયન રેડકોસ સોસાયટીના પ્રમુખને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ડિયન રેડકોસ સોસાયટીના નાણામાં ગેરરીતિ
ગોધરા શહેર ખાતે આવેલ ઇન્ડિયન રેડકોસ સોસાયટીમાં થોડાક સમય પહેલા સંસ્થાના એકાઉન્ટ, લેબ ટેકનીશિયન અને પટાવાળા દ્વારા સંસ્થામાં આવતી રોકડ રકમને બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની જગ્યાએ બારોબાર ઉપાડી પોતાના અંગત કામ માટે ત્રણ લાખ સીતેર હજાર રૂપિયા જેટલી રકમને વાપરી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી.
જેથી સંસ્થાના ચેરમેન ડો.જયપ્રકાશ ભોલંદા અને ટ્રેઝરર ભાવેન્દ્ર તનેજા અને કૈલાશ કારીયાની હાજરીમાં સંસ્થાના એકાઉન્ટની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ રૂપિયા અમારી પાસેથી સંસ્થાના કન્વીનર લઇ ગયા.
જેથી સંસ્થાના ચેરમેને તમામ જવાબદારો સામે એફ આઇ આર કરવાની ધમકી ઉચ્ચારતા તેઓએ તારીખ 25 ઓગસ્ટ 2022ના રોજ અંદાજે રૂ.1,10,000 સંસ્થાના બેંક ખાતામાં જમા કર્યા હતાં. જ્યારે બાકીના બે લાખ અઠાવન નવસો ચાલીસ 26 ઓગસ્ટ 2022ના રોજ સંસ્થાના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યાં હતાં.
કાયદેસરના પગલા ભરવા જિલ્લા કલેકટરને રજૂઆત
જે બાબતે સંસ્થાના જવાબદાર એકાઉન્ટન્ટ અને અન્ય કર્મચારીઓ દ્વારા અંદાજે ત્રણ લાખ સીતેર હજાર રૂપિયા જેટલી મોટી રકમ બેંકમાં જમા કરવાની જગ્યા પોતાના અંગત કામ માટે વાપરી અને નાણાકીય ગેરીતિઓ આચારવામાં આવી છે. જેનો સીધો દોરી સંચાર સંસ્થાના કન્વીનર ની સીધી સડોવણી છે.
જે આ ગંભીર બાબતે જવાબદાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
જો આ બાબતે જવાબદારો સામે દસ દિવસમાં જિલ્લા કલેકટર કક્ષાએ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઇન્ડિયન રેડકોસ સોસાયટીના મેનેજિંગ એકજીક્યુટીવ અને પરચેજ કમિટીના સભ્ય પદ પરથી રાજીનામું આપવા કૈલાસ કારીયાએ જણાવ્યું હતું.
પૈસા પોતાના અંગત કામ અર્થે ઉપાડી વાપરી નાખ્યાં
ઇન્ડિયન રેડકોસ સોસાયટીના મેનેજિંગ એકજીક્યુટીવ પરચેજ કમિટીના સભ્ય કૈલાશ કારીયાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ મહિનામાં એક ઘટના એવી બની હતી કે અમારા ટ્રેઝરર ભાવેન્દ્ર તનેજાએ એકાઉન્ટ સંજય શાહને સુચના આપી હતી કે રેડકોસ સોસાયટીમાં જે રોજેરોજ પૈસા આવે છે
તેને બેંક ખાતામાં જમા કરાવી દેવા. પરંતુ ગઈ મહિને ટ્રેઝરર દ્વારાબેંક ખાતાની તપાસ કરવામાં આવી હતી
જેમાં લગભગ ત્રણ લાખ સીતેર હજાર જેટલી રકમ બેંક ખાતામાં જમા થવી જોઈએ પરંતુ જમાં થઈ ન હતી.
જે પૈસા એકાઉન્ટ સંજય શાહ લેબ ટેકનીશિયન અમિત પરમાર પટાવાળા શૈલેષે આ પૈસા પોતાના અંગત કામ બરોબર ઉપાડી લઈ વાપરી નાખ્યા હતા.
નાણાંકીય ગેરરીતિ સામે યોગ્ય પગલા ભરવા માગ
જેથી રેડકોર્સના ચેરમેન ડો.જયપ્રકાશ ભોલદાએ એકાઉન્ટ સંજય શાહની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારા પાસેથી પૈસા કન્વીનર ધવલ શાહ આ બધા પૈસા લઈ ગયેલ છે.
જેથી રેડકોસના ચેરમેને એકાઉન્ટ અને અન્ય કર્મચારી વિરોધ એફઆઇઆર કરવાની કીધું હતું.
જેથી તેઓએ પૈસા જમા કરાવી દીધા હતા,
પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે કરેલ નાણાંકીય ગેરરીતિ સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.