ગોધરા બગીચા રોડની આસપાસ આવેલા રસ્તાઓની ખસ્તા હાલત, હેરાન થયેલા વેપારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

ગોધરા શહેરમાં આવેલ બગીચા રોડ ખાતે આશરે 200થી વધારે દુકાન આવેલ છે. જ્યાં રોડની હાલત જર્જરિત હોવાના કારણે પ્રતિદીન અવરજવર કરતા વાહનના કારણે ધૂળની ડમરીઓ દુકાનમાં આવે છે.
જેમાં જેના પરિણામે વેપાર કરતાં દુકાનદારોનો શ્વાસ અને દમની તકલીફથી હેરાન પરેશાન થઈ ગયા છે.
વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
જેના પરિણામે આજે બગીચા રોડના દુકાનદારો ભેગા થઈને સૂત્રોચાર સાથે રોડ નહીં તો વોટ નહીં ના નારાઓ સાથે વિરોધ નોંધાયો હતો.
તાજેતરમાં ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગોધરા શહેરના વિવિધ રસ્તાઓનું સમારકામ કરી ખાડાઓ પૂરવામાં આવ્યા હતા.
પરંતુ ગોધરા શહેરમાં વરસાદના કારણે ફરી એકવાર ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર ખાડા પડી ગયા છે.
ત્યારે ગોધરા શહેરના મુખ્ય માર્ગ એવા 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતા એવા બગીચા રોડ ઉપર આવેલા 200 ઉપરાંત દુકાનદારોએ ભેગા થઈને સૂત્રોચાર કર્યા હતા કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીં ના નારાઓ સાથે વિરોધ નોંધાયો હતો.