ઇ-બાઇકના શો રૂમમાં આગ, 2 વાહન બળ્યાં, બેટરી ના હોવાથી દુર્ઘટના ટળી
શહેરના ન્યુ કારેલીબાગ સયાજીપુરા પાણીની ટાંકી નજીક આવેલા ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં સાંજે આગ લાગતા નાસભાગ મચી હતી.
ફાયર બ્રિગેડની ટીમે બંધ શો રૂમને ખોલી પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી.
જેમાં બે બાઇકને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગેડને જણાવ્યા મુજબ ન્યુ કારેલીબાગ સયાજીપુરા પાણીની ટાંકી પાસે દર્શનમ એપાર્ટમેન્ટ આવેલું છે.
જેમાં ધ્યાના રિનેવેબલ નામની ઇલેક્ટ્રિક બાઇકનો શો રૂમ આવેલો છે.
સાંજે બંધ શો રૂમમાં એકાએક ધુમાડા નીકળતા સ્થાનિક લોકોએ આ અંગેની જાણ દુકાનના માલિક તથા ફાયરબ્રિગેડને કરી હતી.
જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સાથે દોડી આવી હતી.
શોરૂમ બંધ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ શટર ખોલી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો.
આ ઘટનામાં બે ઈલેક્ટ્રીક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટના અંગે ડીલર પ્રગ્નેશ ડોડીયાએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે
અને જે સમય આગ લાગી તે સમયે બંને વાહનોમાં બેટરી પણ નહતી.
શોરૂમ બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.