લુણાવાડા તાલુકાના કાનેલા પ્રાથમિક શાળામાં સરીસૃપ પ્રાણી વિષે જાગૃતિ કાર્યક્રમ તથા રેલી યોજાઈ
વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે આજ રોજ મહિસાગર વન વિભાગ અંતર્ગત લુણાવાડા રેંજના કોઠંબા રાઉન્ડના સ્ટાફ દ્વારા લુણાવાડા તાલુકાની કાનેલા પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી નિમિત્તે વન્યપ્રાણી તથા સરીસૃપ પ્રાણી વિષે જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું.
બાળકો સહિત ગામના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો
કાનેલા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું
જેમાં શાળાના સ્ટાફ તેમજ બાળકો તથા ગામના સ્થાનીક આગેવાનો મળી કુલ 70 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાઉન્ડ ફોરેસ્ટર, કોઠંબા તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વન્યપ્રાણી તથા સરીસૃપ જીવો અંગે જાગૃતિ અંગેની સમજ આપવામાં આવી
તેમજ ગામમાં રેલી કાઢવામાં આવી.
બાદમાં રાઉન્ડ ફોરેસ્ટર, કોઠંબા તેમજ અન્ય સ્ટાફ દ્વારા ઉપસ્થિત શાળાના સ્ટાફ તથા બાળકો તેમજ સ્થાનીક ગામ લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની મહત્વની જોગવાઈઓ તેમજ માનવ-વન્યપ્રાણી ઘર્ષણ અટકાવવા અંગેની સમજ આપવામાં આવી હતી.
અત્રેના વિસ્તારમાં વધુ જોવા મળતા સરીસૃપ તથા મગર જેવા વન્યપ્રાણીના રેસ્ક્યુ બાબતે લોકોને અગત્યની માહીતી પૂરી પાડવામાં આવી.
બાળકોએ વન્યપ્રાણી તથા સરીસૃપ સંરક્ષણ અંગેની જાણકારી મેળવી
જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવેલા વન્યજીવના બચાવ, રાહત અને ફરિયાદ નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઈન 8320002000 વિષે માહિતગાર કરવામાં આવ્યા.
આમ લુણાવાડા રેંજના કોઠંબા રાઉન્ડ સ્ટાફ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં કાનેલા પ્રથમિક શાળાના સ્ટાફ, બાળકો તથા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોએ વન્યપ્રાણી તથા સરીસૃપ સંરક્ષણ અંગેની તેમજ અન્ય બાબતોની જાણકારી મેળવેલી છે.