પાટણ હિન્દુ સ્મશાન ભૂમિ ચોકમાં આદિવાસી ભીલ સમાજનાં ગૌરવ બીરસા મૂડાના સ્ટેચ્યુનું ખાત મુહૂર્ત કરાયું
પાટણ હિન્દુ સ્મશાન ભૂમિ ચોક, સૂર્યાનગર વિસ્તાર ખાતે સમસ્ત આદીવાસી ભીલ સમાજનું ગૌરવ શ્રી બિરસા મુંડાજીના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત નવરાત્રી નાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરના સુયૉનગર ચોક, હિન્દુ સ્મશાન ભૂમિ પાસે સમસ્ત આદિવાસી ભીલ સમાજ પાટણની માંગણી ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આદિવાસી ભીલ સમાજ નું ગૌરવ સમાન શ્રી બીરસા મૂડાનુ સ્ટેચ્યુ મુકવા માટે મંજૂરી આપવામાં આવી હતી
જેના પગલે નવરાત્રીના પ્રથમ નોરતે પાટણ આદિવાસી ભીલ સમાજ દ્વારા ઉપરોક્ત ખાત મુહુર્ત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાત મુહુર્ત કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, સહિત આ વિસ્તારના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો,કાયૅકરો સાથે પાટણ સમસ્ત આદિવાસી ભીલ સમાજ નાં આગેવાન, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા આદિવાસી ભીલ સમાજ પાટણ નાં મફતલાલ ભીલ, ગોવિંદભાઈ ભીલ, બાબુજી ભીલ, રાજુભાઈ ઝાલા, દશરથભાઈ ભીલ સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી.