મોડાસાના મુન્શીવાડામાં પૂજારીના ઘરમાંથી 10હજાર, RC બુકની ચોરી
મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલા મુન્શીવાડા નિલકંઠ મહાદેવના મંદિરમાં સીસીટીવીના કેબલ કાઢી દાન પેટી તોડવાનો પ્રયાસ કરનાર ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા.
મંદિર પાસે રહેતા પૂજારીના બંધ મકાનને નિશાન બનાવી 10000 રોકડ અને બાઇકની આરસી બુક ઉઠાવી ગયા હતા.
મુન્શીવાડામાં 3 ચોરો નિલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા પૂજારી જનકભાઈ બંસીભાઈ જોશીના બંધ મકાનને નિશાન બનાવીને મકાનમાં ઘૂસી તિજોરીનું લોક તોડી બાઇક નં.gj 31 e 2520 ની આરસીબુક ઉઠાવી ગયા હતા.
તિજોરીમાં રહેલા રોકડ 6,000 તેમજ તેમની માતા કંચનબેનના રોકડ 4000 સહિત કુલ 10000ની ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા.
આ અંગે જનકભાઈ બંસીભાઈ જોશીએ પોલીસ સ્ટેશનનમાં જાણ કરતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.