હાઇવે પર શટલિયા ચાલકોના ત્રાસથી વાહનચાલકોને ત્રાસ
કલોલ તરફના અડાલજથી ત્રીમંદિર હાઇવે પર શટલિયા વાહન ચાલકોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
પેસેન્જરો લેવા માટે રિક્ષા સહિતના શટલિયા વાહનો આડેધડ પાર્ક કરી દેવાતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે
અને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.
આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં ટ્રાફિક પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે છેલ્લા કેટલાક સમયથી અડાલજ-ત્રીમંદિર તરફના માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા શટલિયા વાહનચાલકોનો રાફડો ફાટ્યો છે.
તેમાં રિક્ષા અને જીપ સહિતના વાહનનો સમાવેશ થાય છે.
પેસન્જરો ભરવા માટે આ રોડ ઉપર રિક્ષા અને જીપ સહિતના શટલિયા વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે.
તેના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ રહ્યો છે.