લુણાવાડા ખાતે આત્મનિર્ભર મહિલા પખવાડિયા અંતર્ગત મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના વર્કશોપનું આયોજન કરાયું

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડિયા અંતર્ગત મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાકૃતિક ખેતીનું ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓને આત્મનિર્ભર કઈ રીતે થઈ શકાય તેની માહિતી આપવામાં આવી હતી.
જેમાં સંયોજક શૈલસપટેલ, પ્રદિપ સિંહ પુવારે પાકૃતિક ખેતીથી આત્મનિર્ભર બનવા વિશેનું માર્ગદર્શન આપ્યું હતું.
તાલુકાના આત્મા પ્રોજેક્ટના મનિશભાઈ અને જાબિરભાઈએ ખેડૂત બહેનોને ઊંડાણપૂર્વક પ્રાકૃતિક ખેતીની મૂલ્યવર્ધિત બનાવટો માટેની માહિતી આપી હતી.
પ્રોજેક્ટના અમલથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાથી થતી કેન્સર જેવી બિમારીઓ અને અન્ય આડસરોથી ખેડૂતો મુક્તિ અપાવી ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળી શકાય એમ છે.
વધુમાં ઓર્ગેનિક/નેચરલ ફાર્મિંગ થકી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો નિર્ધાર પૂર્ણ કરી શકાય એમ છે.
ખેડૂતો રસાયણ મુક્ત ખેતી તરફ વળતા દેશને વિદેશોમાંથી ખાતર ખરીદીમાં લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણની બચત થશે.
તાલુકા સંયોજક દ્રારા પ્રાકૃતિક કૃષિના ચાર આધાર સ્થંભ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બનાવીએ અને આપણી ધરતીમાતાની ફળદ્રુપતા જાળવી રાખીએ તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને વાળવા માટે જણાવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિની માહિતી આપવામાં આવી હતી.