લાયન્સ કલબ પરિવારે 8 શિક્ષકોનું સન્માન કર્યું
દાહોદમાં ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન રિજિયન ત્રણમાં આવતી તમામ લાયન્સ ક્લબ દ્વારા આઠ શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.
જેમાં DDO નેહાકુમારી, વિજયસિંહ ઉમટ વીડીજી 1,મનોજ પરમાર વીડીજી ટુ , કેતન દવે રિજયન ચેરમેન , ડો. યુસુફી કાપડીયા કેબિનેટ સેક્રેટરી એક્ટિવિટી , સત્યેન્દ્રસિંહ સોલંકી ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી મોટીવેશન ,દાહોદ નગર પાલિકા પૂર્વ પ્રમુખ અભિષેકભાઈ મેડા,જિલ્લા સભ્ય નિરજભાઈ મેડા, ડોકી સરપંચ કૌમુદિબેન બારીયા તથા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી અને ગોદીરોડ,ઓબીલીટીના પ્રમુખ સજ્જદ ભાટિયા,પ્રીતિબેન સોલંકી,રાધેશ્યામ શર્મા,સંજય પ્રજાપતિ સહિતના ઉપસ્થિતિ રહ્યા હતાં.
DDO નેહાકુમારીના હસ્તે સાલ ઓઢાડીને અને શીલ્ડ આપી આઠ શિક્ષકોનું સન્માન કરાયુ હતું.
જેમાં કામિનીબેન પવાર, સુરેશભાઈ માળી,અનિતા નંદા,અસરફ સબ્જીફરોઝ,ડો નીતિનકુમાર ખરાડી, પારુલબેન મહેતા,કૌશલ પ્રજાપતિ, હીરાભાઈ રાઠોડનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમનું સંચાલન કમલેશ લીમ્બાચીયા ડિસ્ટ્રિક્ટ ચેરમેન દ્વારા કરાયું હતું.
લાયન્સ કલબ દાહોદનાં પ્રમુખ લા.સજ્જદ ભાટિયા,લાયન્સ કલબ દાહોદ ગોદીરોડનાં પ્રમુખ લા.પ્રીતિબેન સોલંકી ,લાયન્સક્લબ સીટીના પ્રમુખ લા.રાધેશ્યામ શર્મા, લાયન્સક્લબ એબીલીટીના પ્રમુખ લા.સંજય પ્રજાપતિ દ્વારા આ આયોજન કરાયુ હતું.