ઠાસરા અને ભાલેજ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ભાગેડુ આરોપી અંતે પોલીસના હાથે લાગ્યો

ખેડા જિલ્લાના ઠાસરા અને આણંદ જિલ્લાના ભાલેજ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ખેડા પેરોલ ફર્લો સ્કવોર્ડ નડિયાદે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઇ.એચ.એમ.જાળીયા અને તેમની ટીમ જીલ્લાના નાસતા કરતા આરોપીઓની શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી
દરમ્યાન અહેડકો રાકેશભાઇ તથા અ.હેકકો વનરાજસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે ઠાસરા અને ભાલેજ પોલીસ સ્ટેશનદારૂના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ભાગેડુ આરોપી સતીષભાઇ દિનુભાઇ તળપદા રહે.સીવીલ રોડ મહીકેનાલ રેલ્વે ફાટક નડીયાદને પીપલગ ચોકડી ખાતે સી.આર પી.સી કલમ 41(1) (આઇ) મુજબ પકડી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા માટે નડિયાદ રૂરલ પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.