નવરાત્રીને લઇ ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં બેબી કોસ્ચુમ ડીઝાઈનીંગની ઇવેન્ટ યોજાઈ

હારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા આર્ટીસ્ટ્રી સ્પાર્ક સપ્તાહ અંતર્ગત આગામી નવરાત્રીને અનુલક્ષીને બેબી કોસ્ચુમ ડીઝાઇનીંગની ઇવેન્ટ યોજવામાં આવી હતી.
નાના બાળકો થી લઈને વડીલો વિવિધ કોસ્ચુમ
આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે.
નાના થી લઈને વડીલો સુધીમાં અનેરો ઉત્સાહ હોય છે.
તેમાય ખાસ કરીને નાના બાળકો થી લઈને વડીલો વિવિધ કોસ્ચુમ પહેરી ને અલગ-અલગ દિવસે ગરબા રમતા હોય છે.
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા આગામી નવરાત્રીને અનુલક્ષીને ફેશન ડીઝાઈનીંગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે નાના બાળકોના કોસ્ચુમ માટેની ઇવેન્ટ યોજવામાં આવી હતી.
જેમાં વિધાર્થીનીઓ દ્વારા વિવિધ ડીઝાઇન બનાવીને બેબી કોસ્ચુમ બનાવ્યા હતા.