વડોદરાના સહકારનગરમાં પ્રથમ વખત મિવાન ટેક્નોલોજી દ્વારા 1428 આવાસો અને 78 દુકાનો બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

પ્રતીકાત્મક તસવીર:વડોદરાના સહકારનગરમાં પ્રથમ વખત મિવાન ટેક્નોલોજી દ્વારા 1428 આવાસો અને 78 દુકાનો બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

વડોદરાના સહકારનગરમાં પ્રથમ વખત મિવાન ટેક્નોલોજી દ્વારા 1428 આવાસો અને 78 દુકાનો બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

પ્રતીકાત્મક તસવીર:વડોદરાના સહકારનગરમાં પ્રથમ વખત મિવાન ટેક્નોલોજી દ્વારા 1428 આવાસો અને 78 દુકાનો બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
પ્રતીકાત્મક તસવીર:વડોદરાના સહકારનગરમાં પ્રથમ વખત મિવાન ટેક્નોલોજી દ્વારા 1428 આવાસો અને 78 દુકાનો બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

 

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સહકારનગર આવાસ યોજના છેલ્લા 6 વર્ષથી કાયદાકીય દાવપેચના પગલે ઘોંચમાં પડ્યા હતા.

આખરે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પીપીપી ધોરણે ખાતમુહૂર્ત થતાં વિસ્થાપિતોમાં ખુશી જોવા મળી છે.

નોંધનીય બાબત એ છે કે, વડોદરામાં સરકારી આવાસ યોજનામાં પ્રથમ વખત મીવાન ટેક્નોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.

મેયરે ખાતમૂહુર્ત કર્યું

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષ 2016 દરમિયાન કોર્પોરેશને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ વિસ્થાપિતો આજદિન સુધી ભાડા તથા આવાસો માટે વલખા મારી રહ્યા છે.

દરમિયાન તલાવડી જમીનના વિવાદ બાદ સમાધાન થતા કોર્પોરેશનને બાંધકામ માટે રજા ચિઠ્ઠી આપતા મેયર કેયુર રોકડીયાના હસ્તે પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

કોર્પોરેશનને ફાયદો દશે

શહેરના તાંદલજા ટીપી 22 અને રેસા સર્વે નંબર 444 વાળી જગ્યા ખાતે સહકારનગર પ્રોજેક્ટ આકાર લેશે.

જેમાં રૂપિયા 81.41 કરોડના ખર્ચે 1428 આવાસો અને 78 દુકાનો બનાવવામાં આવશે. જેની કામગીરી 18 મહિનામાં પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટર ક્યુબ કન્સ્ટ્રક્શનએ બાંહેધરી આપી છે.

30 ચોરસ મીટરના કારપેટ એરિયામાં વિસ્થાપિતોને આવાસો મળશે.

જ્યારે વડોદરા કોર્પોરેશનને કોન્ટ્રાક્ટર તરફથી પ્રીમિયમ પેટે રૂપિયા 15.61 કરોડનો ફાયદો થશે.

સ્ટ્રકચર વધુ મજબૂત બનશે

જ્યારે તળાવ માટે 4200 ચોરસ મીટર અને તેની આસપાસ 3 હજાર ચોરસ મીટરની જગ્યા ખુલ્લી રખાશે.

આ પ્રોજેક્ટમાં મહત્વની બાબત એ છે કે, વડોદરામાં પ્રથમ વખત સરકારી આવાસોમાં મીવાન ટેક્નોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.

સામાન્ય રીતે પહેલા સ્ટ્રક્ચર, સ્લેબ અને ત્યારબાદ ઈંટો તથા બ્લોક વડે દીવાલોનું નિર્માણ થાય છે.

જ્યારે આ ટેકનોલોજીમાં રૂમ સાઈઝના ફ્રેમ વર્ક બનાવી તેમાં સીધું સિમેન્ટ નાખી નિર્માણ કરવામાં આવે છે. જેથી ઝડપી કામગીરી સાથે સ્ટ્રક્ચર વધુ સશક્ત બને છે.

ખૂશી જોવા મળી

સહકારનગર ખાતે યોજાયેલા ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોશી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિત સ્થાનિક કાઉન્સિલરો, હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં વિસ્થાપિતો ઉપસ્થિત રહ્યા હતા.

લાંબી લડત બાદ સહકારના વિસ્થાપિતોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું હોઇ,

તેઓના ચહેરાઓ ઉપર ખૂશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp