ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

 

 

રાજ્યમાં પ્રથમ વખત રવિવારે સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું.

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી હાજરી આપી હતી.

ગાંધીનગર સેકટર 11માં આવેલ રામકથા મેદાનમાં યોજાયેલા સંમેલનમાં અંદાજે 1 લાખ જેટલા લોકો ઉમટી પડ્યાં હતા.

રોહિત સમાજના સમગ્ર રાજ્યમાં વસતા 26 જેટલાં અલગ- અલગ પરગણા સમૂહના ગામોના લોકો મહાસંમેલનમાં જોડાયા હતા.

ગુજરાતના રોહિત સમાજનું સંમેલન

​​​​​​​આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપીને રોહિત સમાજને શુભેચ્છાઓ આપી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણી પહેલાં જ 1 લાખ જેટલા લોકોની હાજરીમાં યોજાયેલું મહાસંમેલન એક રીતે રોહિત સમાજનું શક્તિ પ્રદર્શન થઈ ગયું હતું.

જેમાં સમાજના પ્રશ્નો અને સમાજના વિકાસ માટે જરૂરી પગલાંઓ અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

રોહિત સમાજનું શક્તિ પ્રદર્શન

સમાજનો વિકાસ થાય તે દિશામાં વિવિધ માંગ સાથે આગળ વધવાની તૈયારી કરાઈ હતી.

મહાસંમેલનમાં પહોંચેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો રાજ્યમાં 100 વિઘા જેટલી જમીનમાં ભીમધામ તૈયાર કરવામાં આવશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp