મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશનમાં ચોરી…

પ્રતિકાત્મક તસ્વીર : બાકોર પોલીસ સ્ટેશનમાં ચોરી...

મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશન માંથી પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ તેમજ જીઆરડી સભ્યોએ ભેગા મળીને ચોરી કરતા પોલીસ બેડામાં ખળભળાટ…

મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશન માંથી પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ તેમજ જીઆરડી સભ્યોએ ભેગા મળીને ચોરી કરતા પોલીસ બેડામાં ખળભળાટ...
મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશન માંથી પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ તેમજ જીઆરડી સભ્યોએ ભેગા મળીને ચોરી કરતા પોલીસ બેડામાં ખળભળાટ…

 

મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન માંથી પપ્રોહીબીશન નો કબજે લીધેલ મુદ્દામાલ માંથી

દારુ ની બોટલો નંગ એકસો પચ્ચીસ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર એકસો એંશી ની

તેમજ પંખા નંગ પંદર ની પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ તેમજ જીઆરડી સભ્યોએ ભેગા મળીને

ચોરી કરતા પોલીસ બેડામાં ખળભળાટ…

પોલીસે છ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે..

બાકોર પોલીસ મથકે નોંધાયેલ સીપાટૅ ગુના રજીસ્ટર નંબર 167/2023.

પ્રોહી.એકટ કલમ.65 એ.ઈ. 98.2.81.83.116.b.મુજબના ગુના ના કામનો

મુદ્દામાલ પાવતી નંબર 82/2023 તથા 83/ 2023.તારીખ 06/06/2023 ના રોજ કબજે લીધેલ

તે મુદ્દામાલ બાકોર પોલીસ સ્ટેશન ના મહીલા લોકઅપ રુમમા મુકેલ તે મુદ્દામાલ માંથી

આ બાકોર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ અને

જીઆરડી સભ્યો અરવિંદભાઈ રયજી ખાંટ..

લલીતભાઈ દાના પરમાર..
ખાતુભાઈ નાના ડામોર..
સોમાભાઈ ધુળાભાઈ પગી..
રમણ મંગળ ડામોર..
અને દિપકભાઈ ખાનાભાઈ વણકરના ઓએ

ભેગા મળીને કાવતરું રચીને બાકોર પોલીસ સ્ટેશન ના મહીલા લોકઅપ રૂમની તાળાની ભળતી મળતી ચાવી થી

મહિલા લોકઅપ રૂમનુ તાળું ખોલી અને તેમાં મુકેલ પપ્રૈહીબીશનનો દારૂના મુદ્દામાલ માંથી ભારતીય બનાવટનો

ઈંગ્લીશ દારુ ની જુદી-જુદી માર્કાની કુલ ૧૨૫ બોટલો કિંમત રૂપિયા ૧,૫૭.૧૮૦/-

તથા પોલર કંપની ના પંખા નંગ પંદર કિંમત રૂપિયા ૪૦,૫૦૦/-મલીને

કુલ રુપિયા ૧,૯૭,૬૮૦/-નામુદદામાલની ચોરી કરી લઇ જ ઈ ને સગેવગે કરી ને

ગુનો કરેલા ની હકીકત બહાર આવતા ને પોલીસ સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં

બાકોરપોલીસ સ્ટેશનના ફરજ પરના એ.એસ.આઈ.અરવીદભાઈના ઓએ સીસીટીવી કેમેરા ની સ્વીચ બંધ કરીને

આ ચોરીના કાવતરા અને અન્યોની મદદથી અંજામ આપેલાં ની ફુટેજ ચેક કરતાં જણાઈ આવતાં તપાસ

અને પુછપરછ કરતાં જણાઈ આવતાં બાકોર પોલીસ સ્ટેશન માં આ

અરવિંદ રયજી ખાંટ .
લલીતદાનાપરમાર.
ખાતુ નાના ડામોર..
સોમા ધુળા પગી.
રમણમંગળ ડામોર..
દિપક ખાના વણકર વિરુદ્ધ એ.એસ.આઈ.રણવતસીહ વાધસીહ એ

બાકોર પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવતા પોલીસે આ આરોપી ઓ વિરુધ્ધ
ફોજદારી કાયૅસંહિતા ની કલમ 457.380,120B.34.મુજબ ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ જોવા મળે છે.

મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન માં થી પોલીસે પકડેલ

અંગ્રેજી દારુ ના મુદામાલ માંથી સીફત પુર્વક પોલીસ કર્મચારીઓ અને હોમગાડૅ તેમજ

જીઆરડી સભ્યો દ્વારા સીસીટીવી કેમેરા ફીટ કરેલ હોવાં છતાં પણ

જે ચતુરાઈ થી અને હિમ્મત ભેર જે આ દારુ ની બોટલો અને પંખાની ચોરી કરતા

સમગ્ર પોલીસ બેડામાં ભારે હડકંપ મચી જવા પામી છે.

 

🌹ઈન્દ્રવદન વ. પરીખ, મો.: ૯૩૨૭૭ ૧૩૨૧૧
સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp