મહિસાગર : કડાણા તાલુકામાં ડીટવાસ ગ્રામપંચાયતના બે સભ્યોએ અનુ.જનજાતીના બોગસ પ્રમાણપત્રો બનાવી..
મહિસાગર જીલ્લા ના કડાણા તાલુકામાં ડીટવાસ ગ્રામપંચાયતના બે સભ્યોએ
અનુ.જનજાતીના બોગસ પ્રમાણપત્રો બનાવી અને તેનો પોતાનાં અંગત લાભ માટે
ઉપયોગ કરતાં આ અંગે
વિશ્લેષણ સમિતિ દ્વારા તપાસ કરાતાં
આ અનુ.જનજાતિના દાખલા કડાણા તાલુકા પંચાયત કચેરી દ્વારા
ઇસ્યુ કરવામાં નહીં આવેલાં હોવાની હકીકત બહાર આવતા
વિશ્ર્લેષણ સમિતિ દ્વારા તપાસ ના અંતે આ દાખલાઓ રદ કરવા માં આવેલ.
આમ આ ડીટવાસ ગ્રામપંચાયતના સભ્યો
સોમાભાઈ અમરાભાઈ ડામોર અને રશ્મિતાબેન હીરા ભગવાન ખાંટ ડામોર
બંને રહેવાસી ડીટવાસ તાલુકા કડાણા
જીલ્લા મહિસાગરના ઓએ
ખોટા જાતિ અંગેના પ્રમાણપત્રો ( સરકારી દસ્તાવેજો) બનાવી
તેમજ દસ્તાવેજો ખોટાં હોવાનું જાણવા છતાં તેને પોતાના અંગત લાભ માટે
ખરા તરીકે ઉપયોગ કરીને ગુનો કરેલ હોઈ
આ બનાવમાં સંયુક્ત કમિશનર વિભાગીય
વિશ્ર્લેષણ સમિતિ વડોદરા ના ઓ ના હુકમ અન્વયે
સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે
ડીટવાસ ગ્રામપંચાયતના સભ્યો
સોમાભાઈ અમરા ડામોર અને રશ્મિતાબેન હીરા ભગવાન ખાંટ ડામોર
વિરૂદ્ધ ગુનો દાખલ કરવા હુકમ થતાં
કડાણા તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી
દક્ષેશભાઈ હરીભાઇ પટેલે કડાણા પોલીસ મથકે
ઉપરોક્ત બંને આરોપી ઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા
પોલીસે બંને આરોપી ઓ વિરુદ્ધ
ઈ.પી.કોડ.કલમ 465.467.468,471 મુજબનો ગુનો દાખલ કરી
અને તપાસ હાથ ધરેલ છે.
પોલીસે આ ગુના નાં આરોપીઓ
સોમાભાઈ અમરા ડામોર અને રશ્મિતાબેન હિરાભગવાન ખાંટ ડામોર નાં ઓ ને
અટક કરેલ અને આ આરોપી ઓ એ તેમનાં
બોગસ જાતિના પ્રમાણપત્રો કેવી રીતે બનાવેલ છે..?
અને આમાં અન્ય કોણ કોણ સામેલ છે..?
તેની માહીતી આરોપીઓ પાસેથી મેળવવાની હોઈ
આરોપીઓને કડાણા કોર્ટ માં રજુ કરી
અને આરોપીઓ ના પોલીસ રિમાન્ડ ની માગણી કરતાં
કડાણા ના મેજીસ્ટ્રેટ એસ.એન.મિશ્રા દ્વારા સરકાર તરફે
સરકારી વકીલ વસંતભાઈ પંડ્યા અને બચાવ પક્ષના વકીલ ની દલીલો સાંભળી
અને આરોપીઓ ના પોલીસ રિમાન્ડ ની અરજી નામંજૂર કરેલ હતી.