મહીસાગર : પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા હેલ્થ સુપરવાઇઝર સ્થાનિક તંત્ર ની રહેમ નજર હેઠળ ફરજ પ્રત્યે બેદરકાર..
મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકા પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા
ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પોતાની ફરજ પ્રત્યે બેદરકાર તેમજ છેલ્લા ૩૦ વર્ષથી એક જ જગ્યાએ સર્વિસ કરતા હોય
તેમના બાયોમેટ્રિક છેલ્લા છ મહિનાના તેમજ જે સીસીટીવી કેમેરા લગાવેલ છે તેના છેલ્લા છ મહિના ના ફૂટેજ ની
જો તટસ્થ તપાસ કરવામા આવે તેમજ તેઓ આ પહેલા એફ એચ ડબલ્યુ માં નોકરી કરતા હતા
ત્યાંથી તેઓને છેલ્લા દોઢ એક વર્ષથી ફિમેલ હેલ્થ સુપરવાઇઝરમાં પ્રમોશન મળેલ છે ..
તંત્ર ની રહેમ નજર થી તેઓને એક જ જગ્યાએ રાખવામાં આવેલ છે..
તારીખ ૩-૦૭- ૨૦૨૩ ના રોજ મહેરબાન મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ
આરોગ્ય મંત્રી સાહેબશ્રી અને
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ને એક અરજદારે લેખિત અરજી કરેલ હતી…
મહેરબાન મુખ્યમંત્રી સાહેબશ્રી તરફ થી આ અરજદાર ને
જવાબ તારીખ ૧૨-૦૭-૨૦૨૩ના રોજ આપવામાં આવેલ હતો..
સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને છતા પણ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી દ્વારા
અરજદારને કોઈ જવાબ ના મળતા
અરજદાર દ્વારા તારીખ ૧૦-૦૮-૨૦૨૩ ના રોજ તાલુકા સ્વાગતમા અરજી કરવામાં આવેલ હતી..
તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૩-૦૮-૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી,બાકોર- ખાનપુર રાખવામાં આવેલ હતો..
તેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી દ્વારા
તારીખ ૧૧-૦૮-૨૦૨૩ ના દિને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ને તપાસ સોંપવામાં આવેલી છે તેમ
અરજદાર ને જણાવેલ હતું..
ત્યારબાદ અરજદારને આજદીન સુધી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,મહીસાગર – લુણાવાડા દ્વારા
કોઈપણ પ્રકારનો જવાબ અરજદારને આપવામાં આવેલ નથી તેવુ આ અરજદાર નુ કહેવુ છે..
ત્રણ મહિના વીતી ગયા તેમ છતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી દ્વારા
કોઈપણ જવાબ અરજદારને આપવામાં આવેલ નથી..
નાગરિકોને મફત સારવાર મળી રહે તે હેતુથી સરકારી દવાખાના સરકારશ્રી દ્વારા ખોલવામાં આવેલ હોય છે.
.
તો આ અરજદાર દ્વારા લોકહીત માટે આ અરજી કરીને રજુઆત અને જાણ કરવામાં આવેલ હતી..
ફિમેલ હેલ્થ સુપરવાઇઝ ફરજ પ્રત્યે બેદરકારી દાખવે છે
તે અનુસંધાને આ અરજી કરીને લોકહીત માટે અરજદારે અરજી કરેલ હતી..
પરંતુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી દ્વારા પોતાની આપ ખુદશાહીથી વહીવટ ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…
આ સમાચારના માધ્યમથી સરકારશ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ થાય કે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કેવો વહીવટ ચલાવવામાં આવી રહેલ છે..
અરજી કરનાર અરજદારોને ન્યાય મળતો નથી..
તેથી હવે જોવાનું એ રહ્યું આ સમાચાર પ્રસિદ્ધ થયા થી તંત્ર ના
જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રા માથી જાગી તટસ્થ તપાસ કરી,કરાવી
આ અરજદાર ને ન્યાય અપાવે તેવી લોકમાંગ જોવા મળે છે..
આવનાર સમય જ બતાવશેકે હવે આ અરજદારને ન્યાય મળે છે કે કેમ..?