મહિસાગર: નવી ગોધર પ્રા. શાળામાં સ્થાપના દિન અને શિક્ષકની વય નિવૃત્તિ કાર્યક્રમ..
મહિસાગર: નવી ગોધર પ્રાથમિક શાળામાં સ્થાપના દિન અને શિક્ષકની વય નિવૃત્તિ કાર્યક્રમ કરવામાં આવ્યો
કડાણા તાલુકાની નવી ગોધર પ્રાથમિક શાળામાં સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમની સાથે સાથે શાળાના નિવૃત્ત થતાં
શિક્ષક પટેલ વિનુંભાઈ નો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો
શાળામાં આવેલા મહેમાનોનું
નવી ગોધર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ
શિક્ષક મિત્રોએ સ્વાગત કર્યુ હતું નવી ગોધર પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી ડીટવાસ પોલીસ ઇન્સ્પેક્ટર ,
તાલુકા શિક્ષક સંઘ અને શિક્ષક મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
આં પ્રસંગે
કડાણા નાં નવી ગોધર પ્રાથમિક શાળામાં ૨૭ વર્ષથી ફરજ બજાવતા શિક્ષક નિવૃતથતાં વિદ્યાર્થીઓમા
હંમેશા બાળકોને લાગણી,
હુંફ અને પ્રેમ આપી ,
સાચા ગુરુની ભૂમિકા ભજવનાર શિક્ષકની નિવૃત્તિ થતાં
શાળામાં વિદાય સમયે લાગણી સફર દ્રશ્યો સર્જાયા હતા.
અત્યારના યુગમાં ગુરુ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમ ઘટી રહ્યો છે,
પરંતુ આજે પણ એવા શિક્ષકો છે કે જેઓ હંમેશાં વિદ્યાર્થીઓને સાચો પ્રેમ, હુંફ, લાગણી અને
જીવન જીવવાની સાચી રીત અને માર્ગ બતાવે છે.
આવા જ એક શિક્ષક એટલે નવી ગોધર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા પટેલ વિનુભાઈ . તેઓ ૨૭ વર્ષથી
નવી ગોધર પ્રાથમિક શાળામાં પોતાની ફરજ નિભાવે છે. ત્યારે તેમની નિવૃત્તિ થતાં તમને વિદાય આપવામાં આવી હતી
પટેલ વિનુભાઈ પ્રાથમિક શાળામાં નિવૃતિ થઈ અને
આજે તેઓ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. જોકે ૨૭ વર્ષના સમયગાળા દરમિયાન બાળકો વચ્ચે બંધાયેલા અતૂટ લાગણીના સંબંધોએ બાળકોની આંખો ભીંજવી નાખી હતી
અને તેમના વિદાય સમયે શાળામાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ ગુરુની વિદાય સમયે શાળાના શિક્ષકો તેમજ બાળકો તેમજ ગ્રમજનો એ ઉત્સાહ ભેર વિદાય આપી હતી…