ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ફાસ્ટફૂડની દુકાનામાં આગ લાગતા દોડધામ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ભગવતી સર્કલ પાસે કર્ણાવતી ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગી હતી.
જેથી દોડધામ મચી હતી.
ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અગમ્ય કારણોસર આગ લાગી
આ બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલી કર્ણાવતી ફાસ્ટફૂડ નામની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.
આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ફાયરનો સ્ટાફ તેમજ પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો
અને ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે, આગ લાગવાનું કારણ તેમજ નુકસાની જાણવા મળી નથી.