મોડાસા : ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન..

ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું
રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસવાળા શેફાલી બરવાલ તથા
જિલ્લા નાયબ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસવાળા સેફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ નું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું
ત્યારબાદ ભોજન ના દાતાશ્રી અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું
ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદઘાટન
મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને જિલ્લા પોલીસવાળા સેફાલી બરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું
વન કુટીરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ટીંટોઇ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતાશ્રી હરેશભાઈ વ્યાસ નું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું
ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત બાપુનું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું
આર.એફ.ઓ. પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણ ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું
ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું
અંતે હીરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ટીંટોઇ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદ નું સુંદર આયોજન ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું