અરવલ્લી: સાંઠબા પોલીસે ટાઉન વિસ્તારમાંથી જુગાર રમતા શુકીનોઓને ઝડપી પાડ્યા, બે જુગારી ફરાર

અરવલ્લી: સાંઠબા પોલીસે ટાઉન વિસ્તારમાંથી જુગાર રમતા શુકીનોઓને ઝડપી પાડ્યા, બે જુગારી ફરાર
ટીંટોઇ પંથક વિસ્તારમાં શરાબ, શબાબ સાથે જુગારીયાઓ દિવસ-રાત જુગારધામ ધમધમી રહ્યો છે,
મોટા માથાના જુગારીઓએ થોડા દિવસ પહેલા રાજેસ્થાનની રિસોર્ટનો સહારો લીધો હતો હવે ટીંટોઇ વિસ્તારના સહારે…!!!!
અરવલ્લી જીલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં જુગારીઓ બેફામ બન્યા હતા.
જેમાં છેલ્લા પાંચ દિવસથી જુગારીઓ માટે જાણે મોસમ ખીલી હોય તેમ એકપછી એક બનાવો સામે આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે જિલ્લામાં ચાર્જ સંભાળતા જ
અસામાજિક પ્રવૃત્તિ પર કોઈ પણ પ્રકારની સહ-શરમ રાખ્યા વગર સખ્ત કાર્યવાહીના આદેશ આપી દીધા છે.
બાયડના સાંઠબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોરીવાસની પાછળ તળાવની પાડ ઉપર
ખુલ્લી જગ્યામાં કેટલાક જુગરિયાઓ હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
સાંઠબા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.બી.રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલીંગ દરમિયાન
બાતમીના આધારે સાંઠબા થોરીવાસની પાછળ તળાવની પાડ પર રેડ કરી હતી.
જ્યારે પોલીસેને જોઈ જુગારીઓએ ફરાર થતા પોલીસે કોર્ડન કરી બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
સાંઠબા પોલીસે ખુલ્લી જગ્યામાં રમવા આવેલ જુગારીઓમાંથી બે જુગારી ઝડપાઇ ગયા હતા અને
બે જુગારીઓ ફરાર થઇ ગયા હતા.
સાંઠબા પોલીસે બે જુગારીઓને ઝડપી લેતા જુગારીઓના મોતિયા મરી ગયા હતા
પોલીસે દાવ પર લાગેલા દરમિયાન મળી આવેલ રોકડ રકમ રૂપિયા ૫,૨૩૦/- જપ્ત કરી બે જુગારીયાઓ
તેમજ ફરાર બે જુગારીયાઓ સામે
જુગારધામ કલમ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ
ફરાર જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
સાંઠબા પોલીસે ઝડપેલ બે શુકીનીઓના નામ :
૧) સલીમભાઈ ઇબ્રાહિમભાઈ બાયડીયા રહે,મોચીવાડ,સાંઠબા.તા.બાયડ.જી.અરવલ્લી
૨)હુસેનભાઈ રહીમભાઇ ચાંપાનેરીયા રહે,પીપળી બજાર,સાંઠબા.તા.બાયડ.
જી.અરવલ્લી
વોન્ટેડ જુગારીઓના નામ :
૧) શાહીદશા ઉર્ફે કાલી ગુલામશા દીવાન
૨)હબીબ લુહાર બંને રહે,સાંઠબા,તા.બાયડ.
જી.અરવલ્લી
ધનસુરાના અલવા ગામેથી ૮ જુગારીઓ ઝડપાયા :
ધનસુરા તાલુકાના અલવા ગામે પ્રહલાદસિંહ રામસિંહ વાઘેલા
એક ઓરડીમાં કેટલાક માણસોને બેસાડી જુગાર રમી રમાડતો હોવાની બાતમી ધનસુરા પોલીસને મળી હતી
જેને લઈ ધનસુરા પોલીસે રેડ કરી
૧)પ્રહલાદ રામસિંહ વાધેલા(રહે.અલવા, ખીલોડિયા)
૨) રમેશ રણછોડભાઈ પટેલ(રહે.વડાગામ)
૩) નવીન રણછોડભાઈ પટેલ(રહે.વડાગામ)
૪) ચંદુ લાલજીભાઈ પટેલ(રહે.વડાગામ)
૫)પરબત રામસિંહ વાઘેલા(રહે.અલવા)
૬)નરેન્દ્ર મૂળજીભાઈ પટેલ(રહે.વડાગામ)
૭) વિઠ્ઠલ ઉર્ફે હરિઓમ અંબાલાલ પટેલ(રહે.વડાગામ)
૮)ભાઈલાલ પ્રેમજીભાઈ પટેલ (રહે.વડાગામ) ના ઓ ને ઝડપી લીધા હતા.
જુગારીઓ પાસેથી કુલ રૂપિયા ૨૧,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.