શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદારની ટીમ દ્વારા સયુંકત રેડ…
પંચમહાલ , છોટાઉદેપુર અને દાહોદ માંથી સરકારી ઘઉં શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા અનાજ માફીયાઓ દ્વારા
બારોબાર વેચી મારતા હોવાની પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા બાતમી મળતા
જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદારની ટીમે મળીને શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં સયુંકત રેડ કરવામાં આવી…
પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લા માંથી અનાજ માફિયાઓ દ્વારા
ગરીબોના હકનું અનાજ બારોબાર કાળા બજાર કરીને વાઘોડિયાના પાલડી ગામમાં આવેલ
શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં વેચી મારવામાં આવતું હોવાની બાતમી
પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણાને મળતા
જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદાર ટીમની સયુંકત ટીમ દ્વારા
શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ માં તપાસ કરવામાં આવતા સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર અને પ્રોસેસ રજીસ્ટરોની ચકાસણી કરતા
રજીસ્ટરો નિભાવવાના હોય છે તે નિભાવે આવ્યા નથી અને તેનું મેળવણુ કરવામાં આવતા
૧૨૬૧ ક્વિન્ટલની ઘટ મળેલ હોવાથી જેની તપાસ હાલ ગાંધીનગર ટીમને વધુ તપાસ કરવા માટે બોલાવીને આ તપાસ સોંપવામાં આવેલ હોવાનુ જાણવા મળેલ છે…