કડાણા : રાજ્યના ત્રીજા નંબરના ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે..

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે...

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે…

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે...
રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે…

 

 

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે…

 

-સિંચાઈ માટે 20 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે.

– DPO ગેટની 20 વર્ષથી મરામત કરવામાં આવી નથી

કડાણા ડેમમાં હાલ પાણી નું લેવલ 384 ફુટ09ઈચ છે.

– જીલ્લાના ત્રણ તાલુકાના 156 ગામોને રોજ 16.92 MLD પાણીની જરૂરિયાત

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં માત્ર 7 ફૂટ પાણી સિંચાઈ માટે બચ્યું છે

ત્યારબાદ માત્ર પીવા માટેનુ પાણી અનામત રહેશે જીલ્લાના લોકો માટે એક ડરામણી પરિસ્થિતિ સર્જાય રહી છે

કડાણા ડેમ તળિયા ઝાટક થવાની આરે છે એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમા છે

તો બીજી તરફ કડાણા ડેમ આધારિત ત્રણ જિલ્લામાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ચાલુ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં ઓછો 57% વરસાદ કડાણા તાલુકામાં વરસ્યો છે

ત્યારે જીલ્લાના ખેડુતો માટે મહામુલ્યાં પાક બચાવવાં માત્ર કડાણા ડેમ મારફતે મળતું પાણી છે કડાણા ડેમમા હાલ 36% ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

તેમ છતાં પણ 5000 ક્યુસેક પાણી સતત મહી સિંચાઈ વિભાગ ખેડા ને પહોંચાડવામા આવી રહ્યું હતું

જેના કારણે 24 કલાકે 7 ઇંચ જેટલો મહત્તમ ઘટાડો જોવા મળી રહ્યો હતો. ડેમમાં પાણીની સપાટી ધટતી જતી હોવા છતાં

પણ ભવિષ્ય નો ખ્યાલ રાખ્યા વગર કે વિચાર કર્યો વગર જ પાણી ડેમમાંથી છોડવામાં આવતાં આજે આ પરીસ્થીતી સર્જાયેલ જોવામાં આવે છે.

આગામી 15 દિવસ બાદ મહીસાગર વાસીઓ ને મળતું સિંચાઈ નુ પાણી આપોઆપ બંધ થઇ જશે અને ત્યારબાદ માત્ર પીવાનું પાણી ડેમમાં બચશે

આ સ્થિતિમાં માત્ર એક વિકલ્પ ડેમની નીચે રહેલા DPO (બાયપાસ) ગેટ ખોલી નદીમાં પાણી છોડી લોકોને પીવાનું પાણી પહોંચાડી શકાશે

છેલ્લે 22 વર્ષ પહેલા 2000 માં કડાણા ડેમ તળિયા ઝાટક થતા માત્ર પીવાનુ પાણી બચ્યું હતું ત્યારે DPO (બાયપાસ) ગેટ મારફતે એ સમયના 156 ગામોને પીવાના પાણી પહોંચાડવામાં આવ્યું હતું

પરંતુ હાલના સમીકરણો અલગ છે

હાલ કડાણા ડેમમાંથી પંચમહાલ-મહીસાગર અને દાહોદ શહેર ને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે

જેમા DPO ગેટ મારફતે માત્ર 156 ગામ સુધી પાણી પહોંચશે જયારે દાહોદ શહેરને અપાતું પાણી સિંચાઈના પાણી સાથે બંધ થઇ જશે.

-મહીસાગર નુ રાજકારણ નબળું.

(1) 1969 સ્ટેઝ 2 તરીકે કડાણા ડેમનું નિર્માણ બાદ પોતાના વિસ્તારના લોકોની સુખાકારી માટે 54 વર્ષે પણ ખેડામા રાજકીય નેતાઓનો દબદબો યથાવત છે

ખેડામાં પાણી ખુંટવા દીધું નથી.આ બાબતે મહીસાગરના દબંગ રાજકીય નેતાઓના ઓછા પ્રભાવ ના કારણે મહીનુ પાણી મહીસાગરવાસીઓ ને મળ્યું નથી

(2) કડાણા આધારિત પાણીપુરવઠા ની યોજનામા સંતરામપુર -કડાણા અને લુણાવાડા તાલુકાના 156 ગામોને રોજ 16.92 MLD પાણીની જરૂરિયાત છે

પાણીનું સ્તર નીચું જાય તો લોકો ને પાણી પહોંચાડવા મુશ્કેલ બનશે સરસડી યોજનામાં આ સ્થિતિ જોવા મળી રહી છે. (સબુરભાઈ ડામોર. અ.મ.ઇ. પાણીપુરવઠા. સંતરામપુર )

(3) પાણીની નીચે રહેલા જે DPO ગેટ મારફતે પીવાનું પાણી આપવાનો સિંચાઈ વિભાગ દાવો કરે છે

તે બાયપાસ ગેટ 20 વર્ષથી ખોલ્યા નથી અને મરામત પણ કરવામાં આવી નથી

આ સ્થિતિમાં જો ગેટમાં કોઈ ખામી આવી તો ત્રણ જીલ્લાના લોકોને ભર ચોમાસે પાણી માટે વલખાં મારવાનો વારો આવે તેવાં એંધાણ
જોવા મળે છે.

 

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp