મહીસાગર : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત ઉદ્ઘાટન સમારોહ યોજાયો..
મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત ઉદ્ઘાટન સમારોહ યોજાયો..
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની માર્ગદર્શન અન્વયે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત
લોક અદાલત મહીસાગર જિલ્લા ન્યાયાલય,
કોન્ફરન્સ હોલ ખાતે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ આર. એમ. શરીનએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ આર. એમ. શરીનએ જણાવ્યું હતું કે ,
લોકો માટેની અદાલત, લોકોની અદાલત એટલે લોક અદાલત.
નેશનલ લોક અદાલત સફળ થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે જિલ્લા ન્યાયાલય ખાતે નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ આર. એમ. શરીન અને ઉપસ્થિત સૌ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મહીસાગર બી. જી. દવે ,
એડી. ડીસ્ટ્રીકટ જજ મહીસાગર જે. એન. વ્યાસ ,
એમ. જે. બિહોલા,
ફૂલ ટાઈમ સેક્રેટરી ડી. એલ. એસ. એ . મહીસાગર ,
બાર એસોસિયેશન પ્રમુખ એ. કે. પટેલ સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા…