દાહોદ : ઝાલોદ ST ડેપોમાં ફરજ બજાવતા ST નિગમો નાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી..

દાહોદ જીલ્લાના ઝાલોદ ST ડેપોમાં ફરજ બજાવતા ST નિગમો નાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી જોવા મળી આવી
મહત્વનાં સમાચાર આવી રહ્યા : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી
જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર
તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ના રોજ લાલપુર થી પિટોલ આવતી બસમાં એક મુસાફર ધ્રોલ થી સંતરામપુર નું રિઝર્વેશન કરાવેલ હતું.
જેમાં ૨૧/૦૫/૨૦૨૩ ના રોજ સંતરામપુર આવતા
મુસાફર પોતાનો કિંમતી સામાન તેમજ રોકડ ૭૫૦૦૦ પંચોતેર હજાર પૂરા ભૂલી ઉતરી ગયેલ હતા.
ત્યારબાદ અડધા કલાક પછી અચાનક યાદ આવતા
ઝાલોદ ડેપો ના કન્ટ્રોલર વી એસ સૈયદ ને સંપર્ક કરતા
પીટોલ લાલપુર બસ ઝાલોદ ડેપો ખાતે આવતા
ટીસી વી એસ સૈયદ તેમજ એ ટી આઇ
શ્રી મુકેશ ભાઈ પટેલ દ્વારા શોધખોળ કરતા બસ માંથી થેલો મળી આવેલ.
થેલા માં ચેક કરતા ૭૫,૦૦૦/- રૂપિયા તેમજ કિંમતી સામાન બસ માં થી મળી આવેલ.
જે મૂળ માલિક ના પુરાવા ની ખરાઈ કરી
તેમજ ટિકિટ મેળવી સહી સલામત
યુનિયન ના આગેવાન શ્રી રાકેશ ભાઈ કમોળ ની હાજરી માં સુપરત કરેલ.
મુસાફર દ્વારા ઝાલોદ ડેપો ના ડેપો મેનેજરશ્રી સાહેબ
તેમજ ટી સી અને એ ટી આઈ શ્રી
તેમજ ફરજ પરના ડ્રાઈવર પી ડી પગી બેઝ નંબર ૭૦૫ સંતરામપુર ડેપો
તેમજ કન્ડક્ટર કે ડી પટેલ બેઝ નંબર ૧૩૦૫
તેમજ એસટી નિગમ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.