મહીસાગર : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા લુણાવાડા ખાતે જિલ્લાના હોદ્દેદારો ની નિમણુંક..
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી દ્વારા
લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી….
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી માં લુણાવાડા ખાતે
મહીસાગર જિલ્લાના નવા સભ્યો ની ટીમ ની નિમણુંક કરવા માટે ના કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું….
ભારત દેશ ના ૨૨ રાજ્યો માં પોતાનું અસ્તિત્વ ધરાવનાર અને પત્રકારો ના હિત માટે સતત પ્રયત્નશીલ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા
અને ગુજરાત પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી ની સૂચના
તથા ગુજરાત પ્રદેશ સંયોજક મિન્હાઝ મલીક
અને ગુજરાત રાજ્યના પ્રદેશ હોદ્દેદાર સહ સંયોજક ભાવેશ મુલાણી
તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા .અરવલ્લી
અને મહીસાગર જિલ્લા ના પ્રભારી હેતન જોશીના અથાગ પ્રયાસો થકી લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે
એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કાર્યક્રમ ની શરૂઆતમાં પ્રદેશ પ્રભારી એવા બાબુલાલ ચૌધરી એ સંગઠન વિશે ની માહિતી આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
સંગઠન દ્વારા કરાયેલ કામો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. સહ સંયોજક ભાવેશ મુલાણી દ્વારા અન્ય સંસ્થા ઓ સાથે કરાયેલ એમ.ઓ.યુ. વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા
તથા સંગઠન માં કેમ જોડાવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું….
આ કાર્યક્રમ દરમ્યાન મહીસાગર જિલ્લાના હોદ્દેદારો ની નિમણુંક કરાઈ હતી જેમાં
જિલ્લા ના પ્રમુખ તરીકે મહેશ ઠાકોર, ઉપ પ્રમુખ તરીકે દિવ્યાંગ પટેલ, છત્રસિંહ ચૌહાણ, રતનસિંહ માછી, મહામંત્રી તરીકે ભીખાભાઇ માછી, મંત્રી તરીકે વિજય જોશી, વિજય ડામોર, રાજેન્દ્ર પટેલ
તેમજ વીરપુર તાલુકા પ્રમુખ તરીકે વિપુલ જોશી,
લુણાવાડા તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલીયા, આઇટી સેલ માં દિલીપભાઈ બારીયા ની નિમણુંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી ના ગુજરાતના ગુજરત પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય કાર્યકારીની ના સભ્ય બાબુલાલ ચૌધરી,
ગુજરાત પ્રદેશ સંયોજક મિન્હાઝ મલેક, પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા
તથા ગુજરાત પ્રેદેશ મંત્રી શૈલેષકુમાર પરમાર અને અરવલ્લી અને મહીસાગર જિલ્લાના પ્રભારી હેતનભાઈ જોશી હાજર રહ્યા હતા….