વીરપુર : શ્રી નૂતન હાઈસ્કૂલમાં ફરજ બજાવતા ગીરીશભાઈ હીરાભાઈ પટેલનો નિવૃત્તિ અભિવાદન સમારોહ..
વીરપુર તાલુકાના ખેરોલી ખાતે શ્રી નૂતન હાઈસ્કૂલમાં ફરજ બજાવતા ગીરીશભાઈ હીરાભાઈ પટેલનો નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો.
નિવૃત્તિ પામેલા શિક્ષક ગીરીશભાઈ પટેલને ફુલહાર,
સાલ,
શ્રીફળ,
સાકર અને વિવિધ ભેટ આપી સન્માનિત કરાયા.
વીરપુર તાલુકાના ખેરોલી ખાતે આવેલી શ્રી નૂતન હાઈસ્કૂલમાં શિક્ષિક તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ હીરાભાઈ પટેલ નિવૃતી પામતાં
હાઈસ્કૂલ ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો
જેમાં તાલુકામાં આવેલી હાઈસ્કૂલના આચાર્યો,
શિક્ષકો,
ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર શિક્ષક ગણ
અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
અભિવાદન સમારોહને દિપાવ્યો હતો.
આ પ્રસંગે ગીરીશભાઈએ શાળા સાથે પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતાં
અને આવી શાળાના ભાગ બનવા બદલ ગૌરવ વ્યક્ત કયું હતું
નિવૃત્તિ પામનાર શિક્ષક ગીરીશભાઈ હીરાભાઈ પટેલને શાળા પરિવાર
અને ગ્રામજનો દ્વારા ફુલહાર સાફો પહેરાવી
શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર વિદાય આપવામાં આવી
હતી ત્યારે શાળા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માનપત્ર અર્પણ કરી
નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી
સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા ગીરીશભાઈએ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનોનું ભોજન સમારંભ રાખી તમામની પાસેથી અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા
જેમાં સાંસદ રતનસિંહ રાઠોડ,
ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મુકેશભાઈ શુક્લ,
માજી આચાર્ય ડૉ. એન.આર.પટેલ,
જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ જીગરભાઈ પટેલ,
તાલુકા સદસ્ય કૃષ્ણકાંત પટેલ,
સરપંચ મધુબેન પટેલ,
ખેરોલી કેળવણી મંડળના હોદ્દેદારો,
પૂર્વ સરપંચો,
નિવૃત શિક્ષકો,
વીરપુર તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં માધ્યમિક શાળાના શિક્ષકો સહિત શ્રી નૂતન હાઈસ્કૂલ પરિવાર,
આગેવાનો સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા
અને ગીરીશભાઈને ને હૃદયપૂર્વક ભાવભીની વિદાઈ આપવામાં આવી હતી.