મોરબી માળીયા મિંયાણા વિધાનસભામા ભાજપના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયાનો ૬૨૪૧૩ મતની લીડથી જંગી વિજય થયો હતો

મોરબી માળીયા મિંયાણા વિધાનસભામા ભાજપના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયાનો ૬૨૪૧૩ મતની લીડથી જંગી વિજય થયો હતો

મોરબી માળીયા મિંયાણા વિધાનસભામા ભાજપના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયાનો ૬૨૪૧૩ મતની લીડથી જંગી વિજય થયો હતો

મોરબી માળીયા મિંયાણા વિધાનસભામા ભાજપના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયાનો ૬૨૪૧૩ મતની લીડથી જંગી વિજય થયો હતો
મોરબી માળીયા મિંયાણા વિધાનસભામા ભાજપના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયાનો ૬૨૪૧૩ મતની લીડથી જંગી વિજય થયો હતો

 

મોરબી માળિયા મિંયાણા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીના પ્રારંભથી જ સમગ્ર ગુજરાતની નજર હતી

કારણ કે આ ચૂંટણીના એક મહિના પહેલા જ મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો

અને આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા

જેથી કરીને સરકાર અને પ્રશાસનની વિરુદ્ધમાં મત પડે તેવી ચર્ચાઓ થઈ રહી હતી

વિયો- ત્યારે આજે જ્યારે મત ગણતરી કરવામાં આવી

ત્યારે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ને મતદારો તરફથી ખોબલે ખોબલે મત દેવામાં આવ્યા હોય

કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલને તેઓએ છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણીમાં ૬૨૪૧૩ મતની લીડ સાથે હરાવ્યા છે

વિધાનસભા ચુંટણી દરમ્યાન છેલ્લા દિવસોમાં જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો

અને લોક સંપર્ક કરવામાં આવ્યો ત્યાર બાદ લોકોએ ખોબલે ખોલબે કાંતિભાઈ તરફે મતદાન કર્યું હોવાથી

આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી

ત્યારે પ્રથમ રાઉન્ડથી જ કાંતિલાલ અમૃતિયા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર આગળ ચાલતા હતા

અને ખાસ કરીને માળીયા મીયાણા તાલુકો કે જેમાંથી દરેક ચૂંટણીમાં૧૯૯૫ થી આજ સુધી ભાજપના ઉમેદવારને ક્યારેય પણ લીડ મળી ન હતી

જોકે આ ચૂંટણીમાં સૌથી મોટી આશ્ચર્યજનક વાત એ હતી

કે માળીયા મીયાણા તાલુકામાંથી પણ કાંતિલાલ અમૃતિયાને ૫૫૭૭ મતની લીડ મળી હતી

અને ત્યારબાદ આ લીડ આગળ વધતા હાલમાં ૨૨ રાઉન્ડના અંતે મત ગણતરી પૂર્ણ જાહેર થયેલ છે

અને ફાઇનલ છેલ્લી આંકડાકીય માહિતીઓના તાળા મેળ કરવાની કામગીરી ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે

જોકે મળતી માહિતી મુજબ કાંતિલાલ અમૃતિયાને આ બેઠક ઉપરથી સૌથી વધુ મત મળ્યા હોવાથી હાલમાં તેઓએ 62413 મતની લીડ સાથે વધુ એક વખત જયંતિભાઇ પટેલને હાર આપી છે

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા પણ આ બેઠક ઉપર થી ૧૭૦૦૦ જેટલા મત લઈ ગયેલ છે

અને મત ગણતરી પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી સેન્ટર પાસે જ ભારત માતાકી જય, વંદે માતરમ અને જયશ્રી રામના નારા ભાજપના આગેવાનો,

હોદ્દેદારોને કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હતા

અને મતગણતરી સેન્ટરથી જ મોરબીના મુખ્ય માર્ગો પર પસાર થઈને માર્કેટિંગ યાર્ડ સુધીની કાંતિભાઈ અમૃતિયાની રેલી યોજાઇ હતી

જોકે ઝુલતા પુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તેમાં કોઈ જગ્યાએ આતિશબાજી નહીં ઢોલ નગારા નહીં

તે પ્રકારનું અગાઉથી જ આ કાર્યકર્તાઓ અને ટેકેદારોને કહી દેવામાં આવ્યું હતું

અને માર્કેટિંગ યાર્ડ ખાતે કાંતિભાઈ અમૃતિયાએ સભા પણ ગજવી હતી

 

અહેવાલ- રજાક બુખારી સાથે અરબાઝ બુખારી મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp