મોરબીમાં ૬૦ વર્ષની વૃધ્ધા પર દુષ્કર્મની ફરિયાદ
મોરબીમાં ૬૦ વર્ષની વૃધ્ધા પર દુષ્કર્મની ફરિયાદને પાછી ખેચી લેવા મહિલાના દીકરાને આરોપીના પિતા સહિત ત્રણ શખ્સોએ આપી ધમકી આપતા દલિત સમાજ લાલધુમ
મોરબી કલેકટરને આવેદન પાઠવાયુ અને હવે પછી આવો બનાવ બનશે તો ઓરોપીઓના હાથ પગ કાપવામા દલિત સમાજ અચકાશે નહિ તેવુ એલાન કરુ છુ..તેવુ મુળજીભાઈ સોલંકી નુ કહેવુ છે..
મોરબીમાં સફાઈનું કામ કરતી ૬૦ વર્ષનીને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા
અને ત્યાર બાદમાં તેની સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
જેથી કરીને વૃધ્ધાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી
જેમા પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી
ત્યારે આરોપીના પિતા સહિતના ચાર શખ્સોએ ભોગ બનેલ વૃધ્ધાના દીકરાને ફરિયાદ પછી ખેચી લેવા માટે ભુંડીગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રતિયે હળધુત કર્યા હતા
જેથી કરીને હાલમાં વધુ એક ગુનો દુષ્કર્મ આચારનારા શખ્સનાં પિતા સહિત ચાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતિ જેથી પોલીસે આરોપીને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીમાં પાલિકા દ્વારા રાત્રી સફાઈનું કામ કરતી ૬૦ વર્ષિય વૃધ્ધ મહિલાને બે ઈસમો ધારિયું બતાવીને તેની સાથે સ્વીફ્ટ કારમાં લઈને ગયા હતા
ને ત્યાર બાદ ધારિયા વડે તેને શરીરે ઇજા કરી હતી કબુતરી કલરની સ્વિફટ કારમા નરાધમો આશિષ તેમજ પંકજ નામના બે શખ્સોએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું
જેથી કરીને ઇજા પામેલ મહિલાને મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા
અને તેને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે
દરમ્યાન આરોપીના પિતા અને તેની સાથે અન્ય ત્રણ શખ્સો ભોગ બનેલ મહિલાના દીકરા પાસે આવ્યા હતા
અને તેની માતાએ કરેલ ફરીયાદને પછી ખેચી લેવા માટે આરોપીના ઉમરલાયક પિતા સહિત ત્રણ શખ્સોએ એક સંપ કરી સિવિલ હોસ્પિટલે આવી ભોગ બનેલ
મહિલાના દીકરા તેમજ સાહેદને જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, મનફાવે તેવી ગાળો આપી,
ફરીયાદ પાછી ખેંચી લ્યો નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ અનુસુચીત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એટ્રોસીટી મુજબ ગુનો નોંધીને
આરોપીને પકડી લેવા માટે તજવીજ શરૂ કરી છે
ત્યારે આ દુષકર્મના બનાવથી દલિત સમાજ લાલધુમ થતા
આરોપીઓ વિરુધ્ધ દલિત સમાજ અગ્રણી મુળજીભાઈ સોલંકી-મનુભાઈ સારેસા- ગૌતમભાઈ સોલંકી- ભાનુબેન નાગવાડીયા સહિતનાએ કલેકટરને આવેદન પાઠવાયુ હતુ
આરોપીઓની ચાર્જશીટ ઝડપથી બનાવી નામદાર કોર્ટમા કેશ ઝડપથી ચલાવી આ હવસખોર નરાધમોને મોતની સજા આપવા સમાજે અપીલ કરી હતી
અને દલિત સમાજના અગ્રણી મુળજીભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ
કે હવે આવો બનાવ બનશે તો અમો આરોપીઓના હાથપગ કાપી નાખશુ તેવુ જણાવી આક્રોશ વ્યકત કર્યો હતો