૩૩ – પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે વકતાપુર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.
તલોદમાં ફૂલ ગુલાબી ઠંડી સાથે મતદાનની શરૂયાત થઈ ત્યારે 33 પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે વકતાપુર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.
લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ ના બીજા અને આખરી તબક્કાના મતદાનની ફૂલગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે.
ત્યારે તલોદ ના વડીલો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.
આ સાથે તલોદ નાગરિકો ઉત્સાહભેર મતદાન માટે ઉમટી રહ્યાં છે.
સાથે શાંતિ પૂર્ણ મતદાન થઈ રહ્યું છે.