જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

 

 

મોરબીના વાવડી રોડ પર જયંતિભાઈ પટેલના સમર્થનમાં ભારતના મશહુર શાયર તેમજ રાજ્યસભાના સાંસદ અને માઈનોરીટી ચેરમેન ઈમરાન પ્રતાપગઢીએ જાહેર સભા ગજવી

જાહેરસભામા ઝુલતાપુલની ગોઝારી ધટના અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સભામા શ્રોતાઓ માટે ખુરશીઓ ધટી હતી

મોરબી માળીયા ૬૫ વિધાનસભા ચુટણી વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના સમર્થનમાં વાવડીરોડ પર
રાજ્યસભાના સંસદ અને માઈનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગઢી જાહેરની જાહેરસભા રાખવામા આવી હતી

જેમા ઝુલતાપુલની ગોઝારી ધટનામા મૃત્યુ પામેલાઓના આત્માને શાંતી માટે ઉભા થયને મોન પાડી સભાની શરુઆત કરવામા આવી હતી

આ જાહેરસભામા ઈમરાન પ્રતાપગઢીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

જેમા ઝુલતાપુલની ધટનામા જવાબદાર પર કાર્યવાહી કરવાને બદલે નાના મજુરવર્ગના નોકરીયાતોને જેલમા પુરી દીધા તો મગરમચ્છો કેમ ખુલ્લા ફરી રહયા છે

આવી ધટનામા કોગ્રેસને મત આપવો એજ સાચી શ્રધ્ધાજલી છે

તેમજ આ ધટનામા મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએ કારણ કે આવી દુખદ દુર્ધટના મા વડાપ્રધાન મુખ્યમંત્રીએ દોડીને આવવુ જોઈએ

તેના બદલે ભાજપ સરકારના નેતા ઉદધાટન કરી રહયા હતા કેમકે તેણે હોસ્પીટલના રંગરોગાન થાય પછી આવવુ હતુ

ભાજપ સરકારના ૨૭ વર્ષના શાસનમા રોડ પર ચાલીએ તો ખબર નથી પડી કે સફર કરી રહયા છીએ કે આખરી સફર છે

અને માત્ર આ સરકારમા ભષ્ટાચારી અને કિન્નાખોરી સિવાય કશુ જ નથી

કોગ્રેસ ઉમેદવાર જંયંતીભાઈએ જણાવ્યુ હતુ જો હુ ધારાસભ્ય બનુ તો કે ગરીબ લોકોની સેવા માટે મારા પાંચ વર્ષનો સવા કરોડ રુપીયાનો પગાર હુ સેવામા આપી દયશ

ચાલીસ વર્ષથી સેવા આપુ છુ આ મારી છેલ્લી ચુટણી છે છ વખત હાર પછી પણ હુ હિંમત નથી હાર્યો

કારણ કે મારે મોરબીનો વિકાસ કરવો છે પૈસાની મારે કમી નથી મારુ કાર્યાલય મોરબીની પ્રજા માટે બારેમાસ ખુલ્લુ મુકાયુ છે

અને અને ૧૦૮ સેવાની જેમ લોકોની સેવામા ખડેપગે રહયો છુ

એટલે પરિવર્તન માટે જાગૃત થાવ એવી અપીલ કરી હતી

મનોજ પનારાએ વધુમા જણાવ્યુ હતુ કે કોગ્રેસના ઉમેદવાર જયંતીભાઈને ચાલીસ વર્ષ થયા

પાર્ટીમા છતા એકપણ દાગ લાગ્યો નથી દુશમનોને પણ વખાણ કરવા પડે તેવુ પવિત્ર નેતૃત્વ ધરાવે છે

ત્યારે ભાજપ સરકારના નેતાઓ ઉધોગપતિઓને દબાવી ઉધરાણા કરી ઓર્ડર કરી રહયા છે

ખંડણી ઉધરાવી રહયા છે જો તારા ગામમા મત નહી મળે તો તારા કારખાનામા જીએસટી વેટ ઈન્કમટેક્ષ ઈ.ડી.ની રેડ પડશે તારુ કારખાનુ ચાલવા નહી દવ તેવી ધમકીઓ આપી

ઉધોગપતીઓનો ઉપયોગ કરી રહયા છે આવા અનેક આક્ષેપો કર્યા હતા

આ જાહેરસભામા મોરબીના કોગ્રેસ કાર્યકરો અને બહોળી સંખ્યામા લોકો એકત્રિત થતા ખુરશીઓ ખુટી હતી

લોકોના ટોળાઓ રોડ પર બે કલાક ઉભા રહી સભાનો લાભ લીધો હતો

 

🌹અહેવાલ- રજાક બુખારી સાથે કેમેરામેન અરબાઝ બુખારી, મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp