ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વિકાસની વીજળી પહોંચી જ નથી

ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વિકાસની વીજળી પહોંચી જ નથી

 

 

મહીસાગર જિલ્લામાં આવેલું આ ગામ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ જલખી રહ્યું છે

આટલા વર્ષો બાદ પણ ઈસવીસન પૂર્વે જીવતા હોય તેવું લાગી રહ્યું છે

અહીંની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે

ત્યારે અનેક પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે

એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે

આ ગામ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ કી જંગી રહ્યું છે

આટલા વર્ષો બાદ પણ ઈસવીસન પૂર્વે જીવતા હોય તેવું લાગી રહ્યું છે

આજે આધુનિક ભારત શ્રેષ્ઠ ભારતના નારા લાગી રહ્યા છે વિકાસની વાતો જોર સોરઠી કરવામાં આવે છે

વિશ્વ સમક્ષ ગુજરાતની ઓળખ વિકાસના રોલ મોડલ તરીકે કરવામાં આવી રહી છે

પરંતુ મહીસાગર જિલ્લામાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ ચાવડીયા ગ્રામ પંચાયત વિસ્તાર ચણસર બેટફળીયા ગામે

આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે

સ્થાનિક લોકો અત્યારે અંધારામાં જિંદગી વિતાવી રહ્યા છે

આ ગામમાં રોડ રસ્તા પાકા મકાનો કે ઇલેક્ટ્રીક લાઈટ જેવી કોઈ સુવિધાઓ નથી

અહીં ત્રણ પેઢીઓથી બનાવેલ કાચી માટીના મકાનો અને ચાલવા માટે પગદંડી રસ્તો છે

બીજી તરફ આ ગામ સુધી પહોંચવા ત્રણ કિલોમીટર સુધી ચાલતું જવું પડે છે ઉલ્લેખનીય છે

કે કોઈ અધિકારી કે કોઈ નેતાને આ પરિસ્થિતિ આજે પણ દેખાતી નથી

આ ગામમાં ચૂંટણી ટાણે નેતાઓ વોટ માંગવા આવે છે અને મોટા મોટા વાયદા કરે ભોળી જનતા પાસેથી વોટ તો લઈ ચાલ્યા જાય છે

ગામ લોકો અનેક વખત અધિકારીઓ અને નેતાઓને લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે

પરંતુ આખરે તે લોકોને નિરાશા જ મળી રહી છે

ચણસર બેટ ગામના લોકો ખેતી અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

ગુજરાતમાં વિકાસ થયો છે તેની વાતો થઈ રહી છે

પરંતુ વાસ્તવિકતા આખી અલગ જ જોવા મળી રહી છે

આજે પણ આ ગામના લોકો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે

ગુજરાતના વિકાસની વીજળી આ ગામ સુધી પહોંચી જ નથી

આજે પણ અહીંની મહિલાઓને ચૂલાથી શક મુક્તિ મળી નથી

તેમની જિંદગી ચુલા ની ફૂકમાં જ ખર્ચાઈ રહી છે આ ગામના લોકો માટે વિકાસ એક સપનું બનીને રહી ગયું છે

તંત્ર દ્વારા માત્ર સપના જ બતાવવામાં આવે છે તેને ક્યારેય પૂરા કરવામાં આવતા નથી

પાકા મકાનમાં રહેલા લોકોને આ ગામની કાચા મકાનમાં રહેતા લોકોની પરિસ્થિતિને સમજવાનો સમય પણ નથી ચૂંટણી થયા પછી

કોઈ નેતાને આ ગામનો વિચાર પણ આવતો નથી આ ગામમાં રોડ રસ્તાઓ સૌચાલય જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી

રસ્તો ન હોવાને કારણે 108 ની સેવા પણ મળી શકતી નથી જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને દવાખાને લઈ જવા માટે

રસ્તો પણ નથી મતલબ કે આ ગામના લોકો માટે બીમાર પડવું જાણે મોત બરાબર છે

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રસુતિ દરમિયાન કેટલીક મહિલાઓને દમ તોડી દે છે

 

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp