ભાજપના મહિલા કોર્પોરેટર નો પુત્ર અને જમાઈ લૂંટના બનાવમાં ઝડપાયા
શહેરના વાસણા રોડ ઉપર આવેલી મુદ્રા સોસાયટીમાં પિસ્તોલની અને દંપતિને બંધક બનાવી 41 તોલા સોનું ચાંદીના દાગીના અને રોકડા ચાલીસ હજારની લૂંટ ચલાવી લૂંટારો ત્રિપુટી ફરાર થઈ જતા
ચકચાર મચી જવા પામી હતી જે કિસ્સામાં લૂંટ કરનારા તેમના જ પરિવારના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું
જેમાં આજે મોડી સાંજે ભાજપના મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલ ના પુત્ર બીટ્ટુ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
વાસણા રોડ પર મુદ્રા સોસાયટીમાં પિસ્તોલની અણીએ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી
એન આર આઈ દિપકકુમાર જેસિંગભાઈ પટેલ તાજેતરમાં જ શહેરના વાસણા રોડ ઉપર આવેલા મુદ્રા સોસાયટી મકાન નંબર 21 ખાતે રહેવા આવ્યા છે
તેમણે ફરિયાદ નોંધાવી હતી કે હું પત્ની સાથે ઘરમાં હાજર હતો
તે સમયે ત્રણ શખસો શો અચાનક ધસી આવે મને માર માર્યો હતો
અને પિસ્તોલની અણીએ સેલોટેપ વડે મારા તથા મારી પત્નીના હાથ પગ બાંધી તિજોરીની ચાવી માટે મારપીટ કરી હતી
જેથી પત્ની સાથે કાંઈ ન થાય તેમ વિચારી ચાવી આપી દેવા જણાવ્યું હતું.
દરમ્યાન તસ્કરોએ મારા ગળામાં પહેરેલી સોનાની ચેન સોનાની લકી અને ત્રણ વીંટીઓ તેમજ મારા પર્સમાંથી રોકડા રૂપિયા 40,000 કાઢી લીધા હતા
પત્નીના ગળામાંથી પણ સોનાની ચેન વાળું પેન્ડન્ટ તોડી તેના હાથમાંથી ચાર સોનાની વીંટીઓ કાઢી લીધી હતી
અને અમને બંનેને બેડરૂમમાં લઈ જઈ જમીન પર સુવડાવી માથે તકિયા મૂકી દીધા હતા
લગભગ અડધો કલાક પછી તેવો નીકળી ગયા હતા. દરમિયાન મારી પત્નીએ તેના હાથ બાંધેલા હોવા છતાં
મારા હાથ પગ છોડ્યા હતા આ બનાવ બાદ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર નજરે ચડ્યો હતો.
ત્રણેય લૂંટારો એ બ્લેક કલરના કપડા અને બ્લેક કલરનું માસ્ક પહેર્યું હતું
તિજોરીમાંથી સોનાની ચેન વીંટી લકી સોનાના કાપ ચાંદીનો કંદોરો ઝાંઝરી ચાંદીના છડા રોકડા રૂપિયા 40,000 સહિત 16.90 લાખની મતતા ઉઠાવી નાસી છૂટ્યા હતા
આ લુટ કેસમાં એન આર આઈ ના પરિવારના જ સભ્યો હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલના પુત્ર બીટ્ટુ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાના નામો પણ ખુલ્યા હતા
તેઓ છેલ્લા કેટલાક દિવસથી ફરાર થઈ ગયા હતા અને પોલીસ શોધખોળ કરતી રહી હતી
પરંતુ આખરે આજે મોડી સાંજે ગોત્રી પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ