અણદપુરા :ખેતરમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર અને વગર પાસપરમીટેનુ દેશી હાથ બનાવટનુ હથિયાર પકડી પાડ્યું
![અણદપુરા :ખેતરમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર અને વગર પાસપરમીટેનુ દેશી હાથ બનાવટનુ હથિયાર પકડી પાડ્યું](https://cpnews24.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-17-at-11.52.00-AM.jpeg)
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે કાંકરેજના અણદપુરા ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર અને વગર પાસપરમીટેનુ દેશી હાથ બનાવટનુ હથિયાર પકડી પાડ્યું….
બનાસકાંઠા જિલ્લા ના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન બાતમી હકીકત આધારે જયપાલસિંહ વિક્રમસિંહ વાધેલા રહેવાસી ઉણ તાલુકે -કાંકરેજ અણદપુરા ગામની સીમમાં ઉણથી શિયા જતા રોડની બાજુમાં આવેલ
અણદપુરા ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર અને વગર પાસપરમીટેનુ દેશી હાથ બનાવટનુ હથિયાર સંતાડી રાખેલ છે.
જે બાતમી હકીકત આધારે સદરે હકીકત વાળી જગ્યાએથી
આ કામના આરોપી જયપાલસિંહ વિક્રમસિંહ વાધેલા રહેવાસી.ઉણ તાલુકે-કાંકરેજ વાળાના જાત કબ્જા માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટેનો દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિંમત.રૂપિયા.૩,૦૦૦/-ના મુદમાલ સાથે પકડી થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે….