સંતરામપુરના મોટી સરસણ ગામમાં વણકરવાસમાં ગંદુ પાણી ઉભરાતા રહીશો પરેશાન

સંતરામપુરના મોટી સરસણ ગામના વણકરસ ફળિયામાં અંદાજિત 300 થી 400 લોકો વસવાટ કરે છે
ફળિયામાં પાણીનો નિકાલ ન થતો હોવાથી લોકોના ઘર આંગણે કાયદાકીય જમા થતો હોય છે
જેને કારણે મચ્છર નો ઉપદ્રવ પણ વધી ગયો હોવાથી મચ્છરજન્ય રોગનો ડર લોકોને સતાવી રહ્યો છે
પંચાયતની નિષ્કાળજી ના કારણે રહીશોને ગંદા પાણી તથા કાદવ કીચડ માંથી બહાર પસાર થવું પડી રહી છે
જેને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે
વિસ્તારમાં રહીશો દ્વારા પાણીના નિકાલ માટે સરપંચ તલાટી ટીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા આવી હોવા છતાં
કોઈ નિરાકરણ આવેલ નથી જો આ વખતે વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ નું નિરાકરણ નહીં
આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવાનું ફળિયાના રહીશોએ જણાવ્યું હતું