ભવ્ય લગ્ન કરાવી દેવાના નામે છેતરપિંડી સુરતમાં 43 લોકો પાસેથી એડવાન્સમાં બે પોઇન્ટ બહાર કરોડ લઈ લીધા પછી લગ્ન ન કરાવી આપ્યા પોલીસે દંપતીની ધરપકડ કરી

ભવ્ય લગ્ન કરાવી દેવાના નામે છેતરપિંડી સુરતમાં 43 લોકો પાસેથી એડવાન્સમાં બે પોઇન્ટ બહાર કરોડ લઈ લીધા પછી લગ્ન ન કરાવી આપ્યા પોલીસે દંપતીની ધરપકડ કરી

 

સુરતમાં દીકરા દીકરી ના લગ્ન અનુભવ્યા આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરતા ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

આ દંપતિ દ્વારા સુરત શહેરના કુલ 43 લોકો સાથે લગ્નનું આયોજન કરવામાં ના નામે એડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન જ કરી કુલ બે કરોડ 12,98,000 ની છેતરપિંડી કરાઈ હતી

જે અંગે સુરત ઇકો સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ઇકો સેલ દ્વારા દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લગ્નના આયોજનના નામે લોકો સાથે છેતરપિંડી

આજના સમયમાં કોઈ પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય એટલે ધામધૂમથી અને ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવાનું ટ્રેન્ડ વધ્યો છે

જેને લઈને લોકો આ રીતે લગ્ન અનુભવ્યા આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે

અને ઇવેન્ટ કંપની દ્વારા મસ્ત મોટી રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે

પરંતુ કેટલાક ભોજા બાજુ આ ઇવેન્ટ કંપનીની આડમાં પણ લોકો સાથે છેતરપિંડી કરી જાય છે

આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે

શહેરના માલેતુજાર લોકો સાથે લગ્નના નામે દંપતી કરતું હતું છેતરપિંડી

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા પ્રતીક દેસાઈ અને ખ્યાતિ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ એન્ડ વેડિંગ મંત્રા નામની ઇવેન્ટ કંપની શરૂ કરાઈ હતી

આ કંપની મારફત શરૂઆતમાં તેમણે થોડા સારા આયોજનો કર્યા હતા

ત્યારબાદ છેલ્લા બે વર્ષથી માલે તુઝાર લોકોનો સંપર્ક કરીને તેમના દીકરા કે દીકરીનું લગ્ન અનુભવે આયોજન કરી આપવાની વાત કરી એક બજેટ નક્કી કરતા હતા

અને આયોજન પેટી એડવાન્સ રૂપિયા લઇ લેતા હતા જોકે ત્યારબાદ વ્યવસ્થિત રીતે આયોજન ન કરી પરિવાર સાથે છેતરપિંડી કરતા હતા

આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનેલા સુરતના મહીધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડી વાલા એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ગોપાળુ બહાર આવ્યું હતું

રૂપિયા પરત ન મળતા દંપતી સામે પોલીસ ફરિયાદ કરાઈ

ધર્મેશ સાદડીવાળા ના દીકરા ના લગ્ન પ્રસંગે વર્ષ 2020 ના જાન્યુઆરી મહિનામાં દેસાઈ દંપતી સાથે લગ્નનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

જે આયોજન પેટે પ્રતીક અને જ્ઞાતિએ ધર્મેશભાઈ પાસેથી એડવાન્સ રૂપિયા લીધા હતા.

ત્યારબાદ લગ્નના દિવસ સુધી યોગ્ય આયોજનને ન કરે છેતરપિંડી કરી હતી

જે બાબતે ધર્મેશભાઈ દ્વારા એડવાન્સ આપેલા રૂપિયા પરત માગતા આ દંપતી દ્વારા તેમને ચેક આપવામાં આવ્યા હતા.

જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા.

ત્યારબાદ વારંવાર ની માંગણી છતાં આ દેસાઈ દંપતી દ્વારા રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા. આખરે ધર્મેશભાઈએ સુરત પોલીસનો સહારો લીધો હતો

તપાસ કરતાં 43 લોકોએ કરી હતી ફરિયાદ

ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ધર્મેશભાઈની જેમ અન્ય પણ 43 લોકોએ આ ઇવેન્ટ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી

જેમાં આ દંપતી વિરુદ્ધ નેગોસી એબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો જોવા મળી હતી.

આ તમામ ફરિયાદોના આધારે થયેલી છેતરપિંડીનો આંકડો મેળવતા આ આંકડો કુલ બે કરોડથી વધુ ન હતો જેથી આ તપાસ સુરત પોલીસની સોંપવામાં આવી હતી.

ફરિયાદના આધારે ઇકો સેલ દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક એવા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈને ધરપકડ કરી છે

અન્ય સાથે પણ છેતરપિંડી કરાઈ છે કે નહીં તે દિશામાં પોલીસની તપાસ

દેસાઈ દંપતીની ધરપકડ કર્યા બાદ ઇકો સેલ દ્વારા આ ઇવેન્ટ કંપની સાથે સંકળાયેલ કેટરિંગ ફોટોગ્રાફી સ્ટુડિયો મંડપ વાળા તેમજ અન્ય સપ્લાય કરતી

સંસ્થાઓ સાથે પણ આ રીતે છેતરપિંડી કરાઈ છે કે કેમ એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે

તપાસની અંતે છેતરપિંડી નો આંકડો વધી શકે તેવી શક્યતા હાલ સુરત પોલીસે વ્યક્ત કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp