પ્રજાત ધારે તો કોઈપણ સરકારને પાઠ ભણાવી શકે છે!

પ્રતીકાત્મક તસવીર:પ્રજાત ધારે તો કોઈપણ સરકારને પાઠ ભણાવી શકે છે!

પ્રજાત ધારે તો કોઈપણ સરકારને પાઠ ભણાવી શકે છે!

પ્રતીકાત્મક તસવીર:પ્રજાત ધારે તો કોઈપણ સરકારને પાઠ ભણાવી શકે છે!
પ્રતીકાત્મક તસવીર:પ્રજાત ધારે તો કોઈપણ સરકારને પાઠ ભણાવી શકે છે!

 

કોઈપણ સરકાર કઈ કરી ન શકે ત્યારે પ્રજાએ એક થઈને તેનો જવાબ આપવો પડે છે

અને આપી પણ દે છે જે ભારતના જે તે રાજ્યોની વિધાનસભા લોકસભાની પેટા ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે

દેશમાં મોંઘવારીને કારણે આમ પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી તો કોરોના કાર્ડ સમયમાં આરોગ્યતંત્રની કેટલીક ઉણપોને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો કે નજીકના ને ગુમાવવાનો આક્રોશ કોરોના કાર્ડ પછી દરેક ક્ષેત્રે સરકારે છૂટ આપી દીધી

ત્યારે બહાર આવ્યું કે કરોડો લોકો બેરોજગાર થઈ ગયા છે તો અનેકોના પગારમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે

તેમજ બેરોજગારીનો આંકપણ વધવા લાગ્યું છે જેમાં મધ્યમ વર્ગ પૈકીના લાખો લોકો ગરીબી રેખા પર પહોંચી ગયા

બીજી તરફ સરકાર એક પછી એક એવા કાયદા ઘડતી ગઈ કે નિર્ણયો કરતી ગઈ કે જેની મોટી અસર સામાન્ય પ્રજાને થઈ

જેના કારણે પ્રજામાં આંતરિક રોષ વધવા લાગ્યું હતું. બીજી તરફ કૃષિ કાનૂન બાબતે ચાલી રહેલા શાંત કિસાન આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા તરફ આગળ વધી ગયું છે

છતાં સરકારના કોઈપણ પ્રતિનિધિ તેનું ઉકેલ શોધવામાં સફળ થયા નથી

અને ઉપરથી કિસાનો સાથે જે તે તંત્રના વ્યવહારો અને કેટલાક રાજનેતાઓના ભડકાઓ ભાષણોને કારણે કિસાનો વધુ ભડકી ગયા છે

જેને કારણે ચૂંટણીઓમાં તેના ફેરા પ્રત્યાઘાત પણ ચડ્યા છે અમે આ કોલમમાં વારંવાર જે તે સરકારનું ધ્યાન દોરવા છતાં

રાજનેતાઓએ ધ્યાન ન આપ્યું અને હવે પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ કેન્દ્ર સરકાર સમજી ગઈ છે કે પ્રજા હવે પુન સ્વીકાર કરશે નહીં…..

એટલે રાતો રાત પેટ્રોલ ડીઝલ વગેરેની એક્સાઇડ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી ત્યારે પ્રજામાં ચર્ચા છે

કે સરકારને હવે ખબર પડી કે આમ પ્રજા મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહી છે

એટલે પેટ્રોલ ડીઝલની એક્સાઇડ ડ્યુટીમાં ઘટાડો કર્યો પરંતુ દેશભરમાં જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ સહિત ચીજો ની કિંમતો બેહદ વધી ગઈ છે

તેની કિંમતોમાં ઘટાડો કરવા માટેનું ક્યારે આયોજન કરવામાં આવશે…

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોએ પોતાના સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કર્યો

પરંતુ આમ પ્રજામાં ખાનગી નોકરીયા તો ના ઓછા પગારદારોનું શું…?

કારણ કે તેઓને 6,000 થી ₹12,000 કે 20000 પગાર મળતો હોય છે

જ્યારે કે મંત્રીઓના સાંસદોના અને ધારાસભ્યોના પગાર એક લાખ ઉપરાંત છે

જેથી તેઓને મોંઘવારી નડે નહીં કેન્દ્ર સરકારના બે ત્રણ મંત્રીઓ અને નેતાઓએ સમય સમય પર પોતાની સરકારને મોંઘવારી બાબતે આડકતરી રીતે ચેતવી હતી

પરંતુ તેઓની વાતને કાને ધરવામાં આવી ન હતી.

તેમજ ભાજપના સાંસદ જ પોતાની સરકારની ફજેતી થઈ તેવા નિવેદનો કરતા રહ્યા છે

તો કેટલાક નેતાઓ અને સંસદ સભ્ય કે જે તે રાજ્યના ધારાસભ્ય કે મંત્રી સીધા પોતાના સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે અને કરી રહ્યા છે

જેમાં હિમાચલના મુખ્યમંત્રીએ વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની હાર થતા તેનો દોષ સીધો કેન્દ્ર સરકાર ઉપર એવું કહીને દોડી દીધું છે

કે મોંઘવારીને કારણે ત્રણેય બેઠક ગુમાવવી પડે છે ત્યારે રાજકીય પંડિતોની ચર્ચા અનુસાર સરકાર પ્રજાની રાહત આપતા પગલાં નહીં લે ….

મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે તેમ જ પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા પ્રયાસો નહીં કરે તો….

દેશમાં પરિવર્તન જરૂર થશે કારણ કે આ ચૂંટણીમાં વિપક્ષોને કારણે તેઓ જીત્યા તેવું નથી પરંતુ પ્રજાના આક્રોશને કારણે વિપક્ષો જીત્યા છે….? વંદે માતરમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp