પંચમહાલ કલેકટર સુજલ મયાત્રાને પાવાગઢ સ્થિત મહાકાલી માતાજીના પવિત્ર મંદિર પરિસરમાં પગરખાવો પહેરવા બદલ માતાજીની માફી માંગે એવો અનુરોધ કર્યો….!!
પાવાગઢ સ્થિત શક્તિપીઠ એવા સર્વ શક્તિશાળી મહાકાલી માતાજીના આસો નવરાત્રીના દશેરાના અધ્યાત્મિક દિને પરિવારના સદસ્ય સાથે દર્શનાથી ગયેલા પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા મંદિર પરિસરમાં બુટ ચંપલો પહેરીને ઉભા રહ્યા હોવાનો વિડીયો
ગોધરા તાલુકાના ભલાણીયા ગામના સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી ગોપાલ પટેલે સોશિયલ મીડિયા પર મૂકીને મંદિર પરિષદના પવિત્ર યાત્રાધામમાં પગરખાંઓ પહેરીને ફરવા બદલ
પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા મહાકાળી માતાજીની ભક્તિ ભાવપૂર્વક ક્ષમા માંગે એવી લાગણીઓ વ્યક્ત કરતો સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં
મહાકાળી માતાજીના લાખો શ્રદ્ધાળુઓ તો ઠીક છે પરંતુ પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ભારે સતાટાની આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હોવાનો માહોલ સર્જાયો છે
એટલા માટે કે ભલાણીયા ગામના સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી ગોપાલ પટેલે પંચમહાલ કલેકટરને આજરોજ ઈમેલ અને લેખિત નમ્ર અરજમાં પવિત્ર યાત્રાધામ મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં પગાર ખાવો પહેરવા બદલ પુનઃ માતાજીની માફી માંગવાના અનુરોધ કરતા મોકલેલા સંદેશામાં વિડીયો પણ મોકલ્યો છે
આંસો નવરાત્રીના આધ્યાત્મિક પર્વના દશેરાના દિને પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા પરિવારના સદસ્યો સાથે શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાલી માતાજીના દર્શનાર્થે ગયા હતા
ત્યારે મંદિર પરિસર બહાર પગરખાવો ઉતારવાના બદલે પગરખાવો સાથે પવિત્ર એવા મંદિર પરિસરમાં ઉભા હતા
અને તેઓના આગમનની સલામતીઓમાં સુરક્ષા કર્મીઓ પણ પગારખાવો પહેરીને સ્ટેન્ડ બાય હાજર હોવાનું વિડિયો મહાકાળી માતાજીના ભક્ત ગોપાલ પટેલે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા
બાદ પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા પવિત્ર યાત્રાધામ માતાજી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં પગરખાંઓ પહેરીને ફરવા બદલ માતાજીની અંદરથી શ્રદ્ધાપૂર્વક માફી માંગીની માંગણી સાથે નો વિડીયો ગોધરાના ભલાણીયા ગામના સામાજિક અગ્રણી ગોપાલ પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુકતા ભારે સતાટાની ચર્ચાઓનો માહોલ સર્જાયો છે