ધાનપુર : કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો

પ્રતીકાત્મક તસવીર:ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો

ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો

 

પ્રતીકાત્મક તસવીર:ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો
પ્રતીકાત્મક તસવીર:ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો

 

પોલીસે 67,000 નો વિદેશી દારૂ તેમ જ ફોરવીલ ગાડી મોબાઈલ ફોન મળી 2.73 લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામે પોલીસને નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાં લવાતો 67,000 ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી છે

પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ચાલક તેમજ મધ્યપ્રદેશ થી ભરી દારૂ ભરીને આપનાર ઈસમ મળી બે લોકો સામે પ્રોહીબિશન અંતર્ગત ગુનો દાખલ કર્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોય અને આદિવાસી બાહુલ્ય ધરાવતા સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થની હેરાફેરી રોકવા દાહોદ પોલીસ સક્રિય બની અસરકારક પેટ્રોલિંગ કરી રહી છે

તેવા સમયે દેવગઢબારિયા તાલુકાના સીમલાઘાસી ગામના રહેવાસી મહેન્દ્ર બળવંતભાઈ રાઠવા ૦૯મમ ૩૮૧૯ નંબરની એકસયુવી કાર માં મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના કઠીવાડા ખાતેથી મૂલચંદભાઈ મૂળચંદભાઈ ડામોર ને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી દેવગઢબારિયા તરફ આવી રહ્યો હતો

તે સમયે રસ્તામાં ધાનપુર તાલુકાના કંજેટા ફોરેસ્ટ નાકા પાસે વચમાં ઉભેલા ધાનપુર પી એસ આઇ સી બી બરંડા તેમજ ટીમે એક્સ યુવી ગાડીને ઉભી રાખી

તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની 672 બોટલો મળી 67,200 નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ત્રણ લાખ રૂપિયાની ગાડી તેમજ

એક મોબાઇલ ફોન મળી 3.73 લાખનો મુદ્દા માલ કબજે કરી

વિદેશી દારૂ લાવનાર ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરનાર ઈસમ મળી બે લોકો વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

      જાલમસિંગ વહુનીયા, ધાનપુર નો રિપોર્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp