મોરબીમા ઝુલતાપુલની ગોઝારી ધટનામા મુસ્લીમ સમાજના પાત્રીસેક જનાઝા ઉઠયા

મોરબી કાંતીનગરમા એક જ પરિવારના આઠ જનાજા નીકળતા મુસ્લિમ સમાજ હીબકે ચડ્યો
મોરબીમા રવિવારે લાભ પાંચમની સાંજે ઐતિહાસીક ઝુલતોપુલ તુટી પડતા મચ્છુ નદીનો પટ મરણચીસોથી ગુંજી ઉઠયુ હતુ
અને મોરબીમા તંત્રે બચાવ કાર્ય શરુ કરતા રાત્રી દરમ્યાન સીવીલ હોસ્પીટલમા ઈજાગ્રસ્તો અને મૃતકની બોડીને એમ્યુલન્સ હોસ્પીટલ ખસેડતા હોસ્પીટલના બેડ ખુટયા હતા
ત્યારે અન્ય પ્રાઈવેટ હોસ્પીટલોનો સહારો લેવાની નોબત આવી હતી
અને રાજ્યના મુખ્યમંત્રી આરોગ્યમંત્રી ગૃહ મંત્રી સહીત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને શંકરસિંહ વાધેલાએ મોરબીની મુલાકાત લીધી હતી
મોરબી મા મુસ્લીમ સમાજના આ ગોઝારી દુર્ધટનામા ચાલીસેક જેટલા લોકોના મોત થતા
મોરબી કબ્રસ્તાનમા હજારોની સંખ્યામા જનાજા નમાઝ અને દફનવિધિમા મુસ્લીમ બીરાદરો જોડાયા હતા
ત્યારે મોરબી કાંતીનગરમા સગાઈનો પ્રસંગ હોવાથી
એક જ પરીવારના માજોઠી પરીવારના આઠ સભ્યોના એક સાથે જનાઝા ઉઠતા લોકોની આંખમા આશુનો દરીયો વહી ગયો હતો
અને મુસ્લીમ સમાજમા તંત્રની બેદરકારીના રોષ સાથે શોક ફેલાયો હતો
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ
કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની સગાઈ હોવાથી તેમના ઘરે ખુશીનો માહોલ હતો
અને મહેમાનો આવી ગયા હતા
જે ઘરની અંદર સોમવારના દિવસે સગાઈનો પ્રસંગ યોજવાનો હતો
અને ખુશીનો માહોલ હતો રવિવારે સાંજ સુધી તે ઘરની અંદર રવિવારે સાંજથી હવે માતમનો માહોલ છવાઈ ગયો છે
અને એકી સાથે એક ઘરમાંથી આઠ વ્યક્તિઓનો જનાજો નીકળતા અનેક લોકોની આંખો ભીંજાઈ હતી.
અને મુસ્લીમ સમાજમા તંત્રની બેદરકારીના રોષ સાથે શોક ફેલાયો હતો